રાહુલ ગાંધીની વિરૂધ્ધ અવમાનનાની કાર્યવાહી કરવાની માંગ કરાઇ
નવીદિલ્હી: વકીલ વિનીત જિંદલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વિરૂધ્ધ અપરાધિક અવમાનના કાર્યવાહી શરૂ કરવાની મંજુરી આપવા વિનંતી કરી છે.તેમણે આગળ કહ્યું કે રાહુલ ગાંધી દેશની ન્યાયિક પ્રણાલી પર લાંછન લગાવી રહ્યાં છે તેમણે ભારતીય ન્યાયપાલિકાનો અનાદર કર્યો છે.તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતાએ ભારતીય ન્યાયપાલિકાની વિરૂધ્ધ અને તેમની ગરિમા ધુમિલ કરનારી ટીપ્પણી કરી છે.
જિંદલે પત્રમાં રાહુલ ગાંધીની તાજેતરની મુલાકાતનો પણ હવાલો આપ્યો છે જેમં કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે આ દેશમાં એક કાનુની તંત્ર છે જેમાં દરેક કોઇને પોતાનો અવાદ ઉઠાવવાની ૧૦૦ ટકા આઝાદી છે આ બિલકુલ સ્પષ્ટ છે કે ભાજપ આ તમામ સંસ્થાઓ કે વ્યવસ્થાઓમાં પોતાના લોકોને બેસાડી રહી છે આ બિલકુલ સ્પષટ છે કે તે આ દેશના સંસ્થાગત માળખાને છીનવી રહી છે.
જિંદલે પોતાના પત્રમાં લખ્યું છે કે એક લોકતંત્રને ન્યાયપાલિકાની જરૂરત હોય છે જે સ્વતંત્ર હોય એક પ્રેસને જે આઝાદ હોય એક વિધાયિકા જે પોતાના કાર્યોમાં સ્વતંત્ર હોય તેમણે કહ્યું કે રાહુલ દેશની ન્યાયિક પ્રણાલી પર લાંછન લગાવી રહ્યાં છે તેમણે ભારતીય ન્યાયપાલિકાનું અનાદર કર્યું છે તેમણે યાદ અપાવ્યું કે વડાપ્રધાનની વિરૂધ્ધ ટીપ્પણીના મામલામાં સુપ્રીમ કોર્ટે ભવિષ્યમાં સતર્ક રહેવાની ચેતવણી આપી તેમની વિરૂધ્ધ અવમાનના મામલો બંધ કરી દીધો હતો.