રાહુલ ગાંધીને ઉત્તર દક્ષિણ ભારતની સરખામણી કરવાનો અધિકાર નથી : કોંગ્રેસ નેતા
ભોપાલ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઉત્તર ભારતને લઇ વિવાદિત નિવેદનને લઇ પુરી પાર્ટી વિભાજીત નજરે પડી રહી છે પહેલા જ અસંતુષ્ઠ ચાલી રહેલ નેતા આ નિવેદનને પાર્ટી માટે જયાં આત્મધાતી માની રહ્યાં છે ત્યાં નેતૃત્વને નારાજ કરવાથી બચી રહેલ નેતા તેમાં પણ સંભાવના શોધવામાં લાગ્યા છે.
મધ્યપ્રદેશના કોંગ્રેસ નેતાઓએ રાહુલ ગાંધીના નિવેદનને અયોગ્ય ગણાવ્યું છે તાજેતરમાં પાર્ટીના પ્રાથમિક સભ્યતાથી રાજીનામુ આપનાર પછાત વર્ગ સેલના સંયોજક આઝાદ સિંહ ડબાસે રાહુલ ગાંધીની ટીપ્ણીને રાજનીતિક રીતે ખોટી બતાવી છે તેમણે કહ્યું કે બોલતી વખતે તેમણે ધ્યાન રાખવું જાેઇએ કે તેની શું અસર થશે લોકોની ભાવનાઓને નજરઅંદાજ કરી શકાય નહીં
૨૦૧૮ની વિધાનસભા ચુંટણીમાં મોટી ભૂમિકા નિભાવનારા કોંગ્રેસના માહિતીના અધિકાર સેલના ચેરમેન અજય દુબેનું કહેવુ છે કે કોંગ્રેસ પોતાના સૌથી ખરાબ તબક્કામાં પસાર થઇ રહ્યાં છે રાહુલના આ નિવેદનથી અગણિત મતદારોની ભાવનાઓને ઠેંસ પહોંચી છે. ડે હજુ પણ કોંગ્રેસના પક્ષમાં તદાન કરે છે. રાહુલ ગાંધીને આવી સરખામણીનો અધિકાર કયારેય નથી
તેમણે ગાંધીના સલાહકાર મંડલ પર પણ પ્રશ્નચિન્હ લગાવ્યો જે એ ઓળખી શકતા નથી કે કંઇ વાત કયાં કહેવામાં આવી અને કંઇ નહીં દુબે પણ કોંગ્રેસની કાર્યપ્રણાલીને લઇ અનેકવાર નારાજગી વ્યકત કરી ચુકયા છે અને પાર્ટીના તમામ જવાબદારીથી મુકત થઇ ચુકયા છે. જયારે ઉત્તરપ્રદેશ વિધાનમંડળના પૂર્વ નેતા માથુરે કહ્યું કે આ વાત અનાયાસ જ રાહુલના મોંથી નિકળી ગઇ હશે આ કોઇ સત્તાવાર નિવેદન કહી શકાય નહીં.