Western Times News

Gujarati News

રાહુલ ગાંધીને રાહત થઇ : સંઘ માનહાનિ કેસમાં જામીન મળ્યા

File photo

મુંબઇ : કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે આરએસએસ સાથે જાડાયેલા માનહાનિના એક કેસમાં મુંબઇની એક કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. મુંબઇની શિવડી કોર્ટે ૧૫ હજાર રૂપિયાની રકમ પર જામીન આપ્યા હતા. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તેઓ દોષિત નથી. સુનાવણી બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુકે આ એક વિચારધારાની લડાઇ છે. તેમની સામે આક્રમણ થઇ રહ્યા છે.

કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તેઓ દોષિત નથી. રાહુલ ગાંધીને ૧૫ હજાર રૂપિયા જમા કરાવી દીધા બાદ જામીન આપી દેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીની તરફથી પૂર્વ સાંસદ એકનાથ ગાયકવાડે જામીનની રકમ ભરી હતી. બેલ બોન્ડની રકમ ભરવામાં આવી હતી.

સુનાવણી બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે આ વિચારધારાની લડાઇ છે. કોર્ટમાં તેમના દ્વારા કોઇ વાત કરવામાં આવી નથી. તેઓ ખેડુતો અને ગરીબોની સાથે ઉભા છે. તેમની સામે આક્રમણ થઇ રહ્યા છે. રાહુલે ગાંઘીએ કહ્યુ છે કે હવે તેઓ છેલ્લા પાંચ વર્ષની તુલનામાં વધારે શક્તિ સાથે લડશે. આ પહેલા રાહુલ ગાંધી જ્યારે મુંબઇ પહોંચ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરતા નજરે પડ્યા હતા. કાર્યકરોએ કહ્યુ હતુ કે આ લડાઇમાં કોંગ્રેસના કાર્યકરો તેમની સાથે રહેલા છે. શિવડી કોર્ટની બહાર પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.

આ સમગ્ર મામલો સામાજિક કાર્યકર અને પત્રકાર ગૌરી લંકેશની હત્યાને ભાજપ અને સંઘની સાથે જાડવા સાથે સંબંધિત છે. રાહુલ ગાંધી પાર્ટી પ્રમુખ તરીકે ગઇકાલે જ રાજીનામુ આપી ચુક્યા છે. રાહુલ ગાંધીને આગામી દિવસોમાં અન્ય મામલામાં પણ કોર્ટના ચક્કર લગાવવા પડશે. ટુંકમાં તેમની સામે કાયદાકીય ગૂંચ રહેનાર છે. કેટલાક કેસ જટિલ પણ રહેલા છે. રાહુલની પાર્ટીની લોકસભામાં કફોડી હાલત રહી હતી. તેમની પાર્ટીને બાવન સીટ મળી હતી.કોંગ્રેસના કાર્યકરો આજે સવારે લડાયક મુડમાં દેખાયા હતા.

રાહુલ ગાંધીને હાલમાં કામચલાઉ રાહત મળી ગઈ છે પરંતુ રાહુલ ગાંધીને જુદા જુદા કેસોમાં કોર્ટના ચક્કર લગાવવા પડશે. આ મહિનામાં પાંચ મામલાઓમાં જુદી જુદી કોર્ટમાં રાહુલ ગાંધીને ઉપસ્થિતિ ફરજ પડશે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘની સામે જારદાર પ્રહાર કર્યા હતા. તેમની સામે નિવેદનના લીધે રાહુલ ગાંધી પર કેટલાક કેસ નોંધાઈ ચુક્યા છે. રાહુલ ગાંધી સામે ચાલી રહેલા કેસને લઇને તેમને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડશે. રાહુલ ગાંધીને સીપીએમના નેતા સીતારામ યેચુરીની સાથે મુંબઈ કોર્ટમાં ઉપસ્થિતિ થવાની જરૂર પડી હતી. ગૌરીલંકેશની હત્યાના મામલામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.