રાહુલ ગાંધી પાસે વડાપ્રધાન બનવાની તક હતી: શક્તિસિંહ
નવીદિલ્હી, રાહુલ ગાંધીને ફરી એકવાર અધ્યક્ષ બનાવવા અંગે કોંગ્રેસમાં માંગ ઉઠવા લાગી છે તેવામાં કોંગ્રેસના પ્રવકતા શક્તિસિંહ ગોહિલે મોટો દાવો કર્યો છે શક્તિસિંહે કહ્યું કે યુપીએ ૨ દરમિયાન રાહુલ ગાંધી પાસે વડાપ્રધાન બનવાની તક હતી પરંતુ તેમને પદની લાલચ નથી. શક્તિસિંહે કહ્યું કે મનમોહનસિંહે તબિયત નાદુરસ્ત હોવાથી રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાની ઓફર કરી હતી જાે કે રાહુલ ગાંધીને પદની કોઇ લાલચ ન હતી જેથી રાહુલ ગાંધીએ મનમોહનસિંહને ઇન્કાર કરી દીધો હતો તેમજ કહ્યું હતું કે તેઓ તેમનો કાર્યકાળ પૂર્ણ કરે.
એક ઓનલાઇન પત્રકાર પરિષદમાં ગોહિલે ભારપૂર્વક કહ્યું કે ગાંધી પરિવારે હંમેશા દરિયાદિલી બતાવી છે અને ખાનગી હિતો કરતા પાર્ટી અને દેશહિતને ઉપર રાખ્યું છે તેમણે કહ્યું કે આજે દેશના યુવાનો અને કોંગ્રેસના કાર્યકરો ઇચ્છે છે કે રાહુલ ગાંધી જ પાર્ટીનું નેતૃત્વ કરે પરંતુ આ નિર્ણય લેવાનો અધિકાર કોંગ્રેસ કાર્ય સમિતિ અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનો રહેશે તેમનું આ નિવેદન એવા સમયે આવ્યો છે જયારે કોંગ્રેસમાં નેતૃત્વને લઇ ચર્ચા ચાલી રહી છે અને પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોઇ બિન ગાંધી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે ઇન્ડિયા ટુમારો કનવરસેશન વિધ ધ નેકસ્ટ જનરેશન ઓફ પોલિટિકસ લીડર્સ પુસ્તકમાં ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પોતાના ભાઇ રાહુલ ગાંધીની બિન ગાંધી દ્વારા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું. એ યાદ રહે કે વર્તમાનમાં સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ છે અને કોંગ્રેસમાં એક જુથ સતત રાહુલ ગાંધીની અધ્યક્ષતા તરીકે વાપસીની માંગ કરી રહ્યું છે કોંગ્રેસના નેતૃત્વમાં મુદ્દા પર પ્રિયંકા ગાઁધીની ટીપ્પણીએ પાર્ટીમાં ગાંધી પરિવારની ભૂમિકાને લઇ અટકળો પેદા કરી દીધી છે.HS