રાહુલ ગાંધી બંધારણીય સંસ્થાનોનું સન્માન કરતા શિખે: જાવડેકર
નવીદિલ્હી, ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બંધારણીય સંસ્થાઓનો આદર કરવાની સલાહ આપી છે તેમણે કહ્યું કે જાે તે બંધારણીય સંસ્થાનોનો આદર કરતા નહીં શિખે તો પછી લોકતંત્રમાં તેમની ભૂમિકા વધુ નગણ્ય થઇ જાય છે.દેશના માહિતી અને પ્રસારણ મંત્રીએ રાહુલ ગાંધીના રક્ષા મામલાની સ્થાયી સમિતિની બેઠકનો બહિષ્કાર કરવા પર જાેરદાર પ્રહારો કર્યા હતાં.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે રાહુલ ગાંધી પાર્લિયામેંટ્રી કમિટિ ઓન ડિફેંસની બેઠકથી બહાર ચાલ્યા ગયા દોઢ વર્ષમાં કુલ ૧૪ બેઠકો થઇ જેમાંથી ફકત બે બેઠકોમાં તે હાજર રહ્યાં અને અન્ય ૧૨ બેઠકોમાં તે ગેરહાજર રહ્યાં ત્યાં સુધી કે તે એજન્ડા સેટિંગ બેઠકોમાં પણ હાજર રહ્યાં ન હતાં. ખુદ ગેરહજાર રહેશે અને ત્યારબાદ દોષ વ્યવસ્થા અને ભાજપને આપશે.
જાવડેકરે રહ્યું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે રક્ષા વિષય સ્થાયી સમિતિની બેઠકથી વોકઆઉટ કર્યા બાદ તર્ક આપ્યો હતો કે મહત્વપૂર્ણ વિષયોને બદલી નાના નાના વિષયો કેમ લેવામાં આવી રહ્યાં છે.કદાચ તેમને ખબર નથી એજન્ડા નક્કી કરવાની પણ બેઠક હોય છે જેમાં નક્કી થાય છે કે વર્ષમા ંકયાં કયાં વિષય લેવાના છે.તે બેઠકમાં પણ તે ગુમ હતાં તેમના સાથેઓએ પણ આ વિષય બતાવ્યો નહીં જેના પર તે ચર્ચા ઇચ્છતા હતાં.
મંત્રીએ કહ્યું કે સંસદની સ્થાયી સમિતિ પ્રોટેસ્ટ અને ભાષણ આપવાનું સ્થાન નથી રાહુલ ગાંધીના મનમાં બંધારણીય સંસ્થાનો પ્રત્યે કેટલો આદર છે તે ત્યારે પણ જાેવા મળ્યો હતો જયારે સત્તામાં રહેતા મનમોહનસિંહ સરકારના પ્રસ્તાવને તેમણે મીડિયાની સામે ફાડી કચરામાં નાંખી દીધો હતો.બંધારણીય સંસ્થાઓ પ્રત્યે તેમની આ આસ્થા ગઇકાલે પણ જાેવા મળી ડિફેંસ કમિટિતી બહાર આવી તેમણે કારણ પણ બતાવ્યું જયારે સ્થાયી સમિતિની બેઠકની રિપોર્ટીગ થતી નથી સભ્યોને તેની પ્રતિક્રિયા આપવી જાેઇએ નહીં પરંતુ રાહુલ ગાંધીએ આમ કર્યું છે અને બંધારણીય સંસ્થાનું અપમાન કર્યું.
જાવડેકરે કહ્યું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બંધારણીય સંસ્થાઓનું અપમાન કર્યું છે અમે તેમના આ વલણની ટીકા કરીએ છીએ બંધારણીય સંસ્થાઓનો આદર કરતા તેમણે શિખવું જાેઇએ નહીં તો લોકતંત્રમાં તેમની ભૂમિકા વધુ નગ્ણય થતી જશે.HS