રાહુલ ગાંધી રાજસ્થાનમાં પ્રયોગ કરી પાયલોટને મુખ્યમંત્રી બનાવે : નરોત્તમ
ભોપાલ: કોંગ્રેસના નેતા રાહલ ગાંધીના જયોતિરાદિત્ય સિંધિયાને લઇ આપવામાં આવેલ નિવેદન પર મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પલટવાર કર્યો છે તેમણે કહ્યું કે જાે તે આમ કરી શકે છે તો રાજસ્થાનમાં એક પ્રયોગ કરે અને સચિન પાટલોટને મુખ્યમંત્રી બનાવી દે જે લોકો બે વર્ષમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકયા નહીં તે મુખ્યમંત્રી બનાવવાની વાતો કરી રહ્યાં છે એ યાદ રહે કે રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે ભાજપ નેતા જયોતિરાદિત્ય સિંધિયા જાે કોંગ્રેસમાં રહ્યાં હોત તો મુખ્યમંત્રી બની શકતા હતાં પરંતુ ભાજપમાં તે બૈંકવેંચર બની રહી ગયા છે.
સુત્રો અનુસાર પાર્ટીની યુવા શાખાને કોંગ્રેસ સંગઠનના મહત્વની બાબતમાં બતાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે જાે જયોતિરાદિત્ય કોંગ્રેસમાં રહ્યાં હોત તો તે મુખ્યમંત્રી બની શકયા હોત પરંતુ ભાજપમાં તે બૈંકવેચર બની ગયા છે. સિંધિયાની પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે મળી સંગઠનને મજબુત બનાવવાનો વિકલ્પ હતો મેં તેમને કહ્યું હતું કે તમે એક દિવસે મુખ્યમંત્રી બનશો પરંતુ તેમણે બીજાે જ માર્ગ પસંદ કર્યો
એ યાદ રહે કે સિંધિયાએ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહથી ટકરાવ વચ્ચે ગત વર્ષ માર્ચમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં સામેલ થયા હતાં સિંધિયા જુથના ૨૦થી વધુ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી તેને કારણે કમલનાથની સરકાર તુટી પડી હતી સિધિયાની ગણતરી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તરીકે થતી હતી તે પાર્ટીની સાથે લગભગ ૧૮ વર્ષ સુધી જાેડાયેલા રહ્યાં હાલમાં તેઓ ભાજપના સાંસદ છે