રાહુલ પર મહિલાએ બાળક અપનાવવાની ના પાડ્યાનો આરોપ
મુંબઈ, બોલિવૂડમાં ફરી એક વખત યૌન શોષણનો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા લિરિસ્ટે સિંગર અને મ્યૂઝિક કોમ્પોઝર રાહુલ જૈન પર ગંભીર આરોપો લગાવતા મુંબઇની ઓશીવારા સ્થિત પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે. મહિલાનો આરોપ છે કે, તેણે તેનું બાળક અપનાવવાંની ના પાડી દીધી છે.
અને તે ઇચ્છે છે કે, તે બાળકોને કોઇને દત્તક આપી દે. ફરિયાદકર્તા વકીલ ચંદ્રકાંત અંબાણીએ વાતચિતમાં આરોપી રાહુલ જૈનએ મહિલાને બે વખત જબરદસ્તી ગર્ભપાત પણ કરાવ્યું હતું. તેણે જણાવ્યું કે, આરોપીએ તેને બે વખત કરિઅરનો હવાલો આફી ગર્ભપાત કરવાં મજબૂર કરતાં અને તે નહોતા ઇચ્છતા કે કોઇ તેમનાં સંબંધ અને બાળક અંગે વાત કરે.
મહિલાએ વકીલે આ મામલે કહ્યું કે, જન્મપત્ર પર બાળકનાં પિતાનું નામ દાખલ છે. પણ તેનાં બાળકોને તેનું નામ આપવાં માટે, તેની માતા અને બાળકો બંનેને છડી દીધા અને પોતે ક્યાંય ગૂમ થઇ ગયો છે. મહિલાનાં વકીલ ચંદ્રકાંત અંબાણી સાથે વાત કરતાં જણાવ્યું કે, ત્રીજી વખત પણ આોપીએ મહિલાને ગર્ભપાત કરવાં કહ્યું હતું.
પણ મહિલાએ આમ કરવાની ના પાડી દીધી હતી. વકીલે વધુમાં કહ્યું કે, ગર્ભપાત કરવા માટે તેની મેડિકલ કંડિશન સારી નથી. પણ રાહુલ વારંવાર તેને ગર્ભપાત કરવા મજબર કરતો. જાેકે, તેણે તેનાં બાળકોને આ વખતે જન્મ આપ્યો. જે હવે છ મહિનાનો થઇ ગયો છે.
એટલું જ નહીં, રાહુલ જૈન પર મહિલાની સેવિંગ્સ પર ખર્ચો કરવાનો આરોપ છે. વકીલે કહ્યું કે, રાહુલ જૈને તેનાં તમામ રિસોર્સિઝનો ઉપયોગ કર્યો અને તેનું શોષણ કર્યું. રાહુલે તેનાં ગીતોનો ઉપયોગ કર્યો છે. અને તેનાં નામ પર મ્યૂઝિક કંપની વેચી દીધુ અને તેનાંથી જે પૈસા મળ્યાં તેમાંથી એક પણ રૂપિયો મહિલાને આપ્યો નથી. જ્યારે તે તમામ મેહનત તે મહિલાની હતી.SSS