Western Times News

Gujarati News

રાહુલ મહાજનની રશિયન પત્નીએ હિંદુ ધર્મ અપનાવ્યો

મુંબઈ: બિગ બોસનો પૂર્વ કન્ટેસ્ટન્ટ રાહુલ મહાજન ફરી એકવાર બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરવાનો છે. ૧૪મી સીઝનમાં ચેલેન્જર તરીકે રાહુલ મહાજન ઉપરાંત રાખી સાવંત, કાશ્મિરા શાહ, વિકાસ ગુપ્તા, મનુ પંજાબી અને અર્શી ખાન પણ જાેવા મળશે. સ્વર્ગીય નેતા પ્રમોદ મહાજનનો પુત્ર રાહુલ અગાઉ ઘણી કોન્ટ્રોવર્સીમાં સપડાઈ ચૂક્યો છે. ડ્રગ્સ સ્કેન્ડલથી લઈને ઘરેલુ હિંસાના આરોપો લાગી ચૂક્યા છે.

પરંતુ રાહુલનો દાવો છે કે તે હવે એકદમ બદલાઈ ગયો છે. બિગ બોસના ઘરમાં પ્રવેશતા પહેલા રાહુલ મહાજને અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને ઈન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે સ્મોકિંગ અને દારુ છોડી દીધા છે. સાથે જ ત્રીજીવારના લગ્નમાં તે ખૂબ ખુશ છે. રાહુલનું કહેવું છે કે, હવે તે આધ્યાત્મિકતા તરફ વળી ગયો છે અને બધી જ કુટેવો છૂટી ગઈ છે. પોતાની ત્રીજી પત્ની વિશે વાત કરતાં રાહુલે કહ્યું કે, તેણે હિંદુ ધર્મ અપનાવ્યો છે. પોતાની પત્ની નતાલ્યા વિશે વાત કરતાં રાહુલે કહ્યું, “અમે બે રેલવે ટ્રેક જેવા છીએ.

એકબીજાની બાબતોમાં વધારે માથું નથી મારતા અને એકબીજાને સ્પેસ આપીએ છીએ. અમે એકબીજાથી અલગ પણ નથી. પરંતુ અમે અમારા લગ્નજીવનમાં સંતુલન જાળવીને રાખીએ છીએ જેથી સાચી દિશામાં ચાલી શકે. તે રશિયન છે અને તેણે હિંદુ ધર્મ અપનાવ્યો છે. હું તેને હંમેશા ભગવાન શિવ અને પાર્વતીના ઉદાહરણ આપું છું. હું હંમેશા તેને કહું છું કે પતિ-પત્નીના સંબંધો શિવ અને પાર્વતી જેવા હોવા જાેઈએ. અમે અમારા સંબંધમાં તેમને આદર્શ માનીએ છીએ. હું તેને ગીતા વાંચીને સંભળાવું છું. અમે બંને સાથે ઘણાં ધાર્મિક પુસ્તકો વાંચીએ છીએ.

મને લાગે છે કે પર્ફેક્ટ પાર્ટનર અને પરિવાર માટે તમારું નસીબ ખૂબ સારું હોવું જાેઈએ. ઉલ્લેખનીય છે કે નતાલ્યા સાથે પરણ્યા પહેલા રાહુલ મહાજનના બે લગ્નો નિષ્ફળ રહ્યા હતા. રાહુલે સૌથી પહેલા ૨૦૦૬માં સિંહ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ૨૦૦૮માં બંનેના ડિવોર્સ થઈ ગયા. બાદમાં ૨૦૧૦માં રાહુલે ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ પણ લાંબો ના ટક્યો અને ૨૦૧૫માં તેમના છૂટાછેડા થયા. રાહુલ મહાજન પર બંને પૂર્વ પત્નીઓએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ મહાજને ૨૦૧૮માં નતાલ્યા સાથે લગ્ન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.