રાહુલ વૈદ્યએ પરિવાર સાથે ધમાકેદાર હાઉસ પાર્ટી કરી
મુંબઈ: બિગ બોસ ૧૪નો રનર-અપ અને સિંગર રાહુલ વૈદ્ય તેની ઉપલબ્ધિઓને લઈને ખાસ મિત્રો તેમજ પરિવાર સાથે સેલિબ્રેશનના મૂડમાં છે. સાડા ચાર મહિના સુધી બિગ બોસના ઘરમાં કેદ રહ્યા બાદ, રાહુલ આખરે તેના નજીકના લોકોને મળ્યો હતો અને તેની સાથે પાર્ટી પણ કરી હતી. જેમાં રાહુલની ગર્લફ્રેન્ડ દિશા પરમાર પણ જાેડાઈ હતી.
પાર્ટીની ઝલક સોશિયલ મીડિયા પર જાેવા મળી રહી છે. રાહુલ વૈદ્યએ તેના ઈન્સ્ટાગ્રામ પર સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો છે, જેમા તે પાવરી ટ્રેન્ડમાં જાેડાતો જાેવા મળ્યો. વીડિયોમાં રાહુલે લાલ કલરનું જમ્પશૂટ પહેર્યું છે. જેમાં તે કહી રહ્યો છે કે, યે મેરા ઘર હૈ યે મેરા દોસ્ત હૈ, ઔર યહાં પાવરી હો રહી હૈ’. આ સાથે રાહુલે લખ્યું છે, બિગ બોસ ૧૪ કે બાદ વાલી પાવરી. દિશાની વાત કરીએ તો તેણે પાર્ટીમાં પોલકા ડોટવાળો ડ્રેસ પહેર્યો હતો. બિગ બોસ ૧૪માં જર્ની ખતમ થયા બાદ ઘરે આવતાં રાહુલનો પરિવાર ખૂબ ખુશ હોય તેમ લાગી રહ્યું છે.
રાહુલના આગમનની ખુશીમાં ૩-૪ કેક લાવવામાં આવી હતી અને બધાએ ચીયર કરતાં તેણે કેક કટ કરી હતી. આ સિવાય વેલકમ હોમના બૂલન્સથી ઘર પણ ડેકોરેટ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બિગ બોસ ૧૪ની ટ્રોફી જીતવા માટે રાહુલ વૈદ્યને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો હતો.
જાે કે, ટ્રોફી રુબિના દિલૈક જીતી. રુબિનાએ ભલે ટાઈટલ પોતાના નામે કર્યું હોય પરંતુ રાહુલ હારીને પણ દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યો. ફિનાલે બાદ વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે, ‘હું ખુશ છું કે બિગ બોસમાં મારી જર્નીનો અંત આવ્યો. જાે હું જીત્યો હોત તો હું ખુશ હોત, પરંતુ વિનર હંમેશા એક જ હોય છે. જાે કે, હું હંમેશા ગૌરવ સાથે જીતવામાં અને કૃપાથી ગુમાવવામાં માનુ છું.