Western Times News

Gujarati News

રાહુલ વૈદ્યના ઘરે લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવાઈ

મુંબઈ: રાહુલ વૈદ્ય અને તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર ૧૬ જુલાઈએ લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નને આડે ગણીને હવે માંડ ૧૧ દિવસની વાર છે ત્યારે રાહુલ વૈદ્યના ઘરે તૈયારીઓ થવા માંડી છે. પ્રી-વેડિંગ ફંક્શનમાં રાહુલ અને દિશાના પરમારના સભ્યો ડાન્સ પર્ફોર્મન્સ આપવાના છે અને આ માટે તેમણે પ્રેક્ટિસ શરૂ કરી દીધું છે. રાહુલ અને દિશાના લગ્નની ખુશી તમામને વધારે જ હોવાનું લાગી રહ્યું છે.

રાહુલ વૈદ્યએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં પરિવારના સભ્યો એક હોલમાં ડાન્સ પ્રેક્ટિસ કરી રહ્યા છે. સૌ ડાન્સ શીખવામાં એકદમ મગ્ન દેખાઈ રહ્યા છે. આ સિવાય તેમના ચહેરા પર લગ્નને લઈને ઉત્સુકતા પણ છે.

આ સિવાય રાહુલ વૈદ્યના એક મિત્રએ પણ વીડિયો શેર કર્યો છે. જેમાં બધા ચીચીયારીઓ પાડી રહ્યા છે. વીડિયોમાં દિશા પરમાર પણ જાેવા મળી રહી છે. રાહુલ વૈદ્યનો ફ્રેન્ડ કેમેરા દિશા તરફ કરે છે અને મોટે-મોટેથી ભાભીજી ઘર પર હૈ…ભાભીજી ઘર પર હૈ’ ગાવા લાગે છે.

આ સાંભળીને દિશા થોડી શરમાઈ જાય છે જ્યારે બાકીના હસવા લાગે છે. ાહુલ અને દિશાના લગ્નમાં ગણ્યા ગાંઠ્‌યા લોકોને જ આમંત્રિત કરવાના હોવા છતાં ફન ખૂબ જ થવાનું છે તેમ લાગે છે. આ રાહુલના ફેન્સ માટે ટ્રીટ છે, જેઓ ઘણા સમયથી સિંગરના મોંએથી મોટી જાહેરાતની રાહ જાેઈ રહ્યા હતા. રાહુલ વૈદ્ય બિગ બોસ ૧૪માંથી બહાર આવ્યો ત્યારથી દિશા સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. પરંતુ મહામારીની બીજી લહેર આવી જતાં તેમણે તૈયારીઓને પડતી મૂકવી પડી હતી.

લગ્ન વિશે વાત કરતાં રાહુલ વૈદ્યએ હાલમાં જ જણાવ્યું હતું કે, હું અને દિશા હંમેશાથી નજીકના સભ્યોની હાજરીમાં લગ્ન કરવાની તરફેણમાં હતા. અમે ઈચ્છીએ છીએ કે અમારા જીવનના ખાસ દિવસે પ્રિયજનો ઉપસ્થિત રહે અને અમને આશીર્વાદ આપે. લગ્ન વૈદિક વિધિ પ્રમાણે થશે અને સેરેમનીમાં ગુરબાની શબદ કીર્તન પણ કરવામાં આવશે. તો દિશાએ કહ્યું હતું કે, અમારા માટે આદર્શ લગ્ન એ ખૂબ સાદગીથી લગ્ન કરવા છે. લગ્ન એ બે વ્યક્તિઓનો મેળાપ છે અને તે પણ પરિવારના સભ્યો તેમજ પ્રિયજનોની હાજરીમાં. હું હંમેશાથી સાદગીથી લગ્ન કરવા ઈચ્છતી હતી અને ખુશી છે કે અમે કે તરફ જ આગળ જઈ રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.