રાહુલ વૈદ્ય-દિશા પરમાર ૩-૪ મહિનામાં લગ્ન કરી લેશે
મુંબઈ: બિગ બોસ ૧૪નો રનર-અર રાહુલ વૈદ્ય શોના લાખો દર્શકોના દિલ જીત્યો પરંતુ એક્ટ્રેસ દિશા પરમાર સામે પોતાનું દિલ હારી ગયો. ટેલેન્ટેડ સિંગરની બિગ બોસના ઘરમાં બધા સાથે સારી રીતે વર્તતો હોવાથી પ્રશંસા કરવામાં આવી હતી. જાે કે, તેની લવ લાઈફે બધાનું ધ્યાન ખેંચ્યું અને તે હેડલાઈન બની ગઈ. રાહુલ સિંગલ સ્ટેટસ સાથે બિગ બોસના ઘરમાં ગયો હતો પરંતુ થોડા સમય બાદ તેને દિશા પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો હતો. દિશા પ્રત્યેના પ્રેમનો અહેસાસ થવાની અને તેને રિયાલિટી શોમાં પ્રપોઝ કરવા અંગે વાત કરતાં રાહુલ વૈદ્યએ કહ્યું કે, ‘તે ઘરમાં તમને લોકો ખરાબ-ખરાબ વાતો કહે છે. શરુઆતમાં તો કોઈ મારી સાથે વાત પણ નહોતું કરવું.
મને નવાઈ લાગતી હતી કે, હું ક્યાં આવી ગયો. હું ફિટ નહોતો થતો. તે સમય દરમિયાન, મને દિશાની યાદ આવવા લાગી હતી અને તેને મળવા માગતો હતો. સપ્ટેમ્બરમાં તેનો બર્થ ડે હતો ત્યારે મળી શક્યો નહોતો. મને તે વાતનો પસ્તાવો થતો હતો કે, જ્યારે હું ઘર બહાર હતો ત્યારે તેને કહી ન શક્યો કે તે જ મારો પ્રેમ છે. બિગ બોસનું ઘર એવું છે જ્યાં તમને બહારના જીવનના દરે સંબંધોના મહત્વનું ભાન થાય છે. દિશાએ ઉમેર્યું કે, તે પ્રપોઝલથી ચોંકી ગઈ હતી. તેણે કહ્યું કે, ‘જ્યારે શોનો પ્રોમો ટેલિવિઝન પર દર્શાવવામાં આવ્યો
ત્યારે હું મારા ફ્રેન્ડ્સ સાથે બર્થ ડે સેલિબ્રેટ કરી રહી હતી. મને ઝટકો લાગ્યો હતો કારણ કે તે આવું કંઈક કરશે તે અંગે કોઈ આઈડિયા નહોતો. અમે તો ડેટ પણ નહોતા કરી રહ્યા કે પ્રપોઝલ આપે. તે મને ગમતો હતો, એ વાત નહીં નકારું. પરંતુ મને આંચકો લાગ્યો હતો. અમે એકબીજાને ગમતા હતા પરંતુ લાગણીઓ વિશે ક્યારેય વાત નહોતી કરી. તેણે સીધા જ લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. સ્થિતિને સમજવામાં થોડો સમય લાગ્યો. મારા પરિવારને પણ આશ્ચર્ય થયું હતું. પ્રોમો જાેતી વખતે મારી આંખમાં આંસુ આવી ગયા હતા.
જ્યારે તે એક અઠવાડિયા માટે બહાર આવ્યો ત્યારે અમને આ વિશે વાત કરવાની તક મળી. દિશા અને રાહુલને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમની લવ સ્ટોરીની શરુઆત કેવી રીતે થઈ તો જાણવા મળ્યું કે, આ કિસ્સો દિશા દ્વારા કરવામાં આવેલી કોમેન્ટનો હતો. રાહુલ અને દિશાએ ૨૦૧૮માં ઈન્સ્ટાગ્રામ પર વાતચીત કરવાનું શરુ કર્યું હતું અને ફ્રેન્ડ્સ બન્યા હતા.