Western Times News

Gujarati News

રિક્ષાચાલકો બેફામ ભાડું વસુલ્યું,બસો બે સીટ વચ્ચે એક વ્યક્તિ બેસે એવી વ્યવસ્થા સાથે ચાલુ રાખવા માંગ

પ્રતિકાત્મક

અમદાવાદ: ગુજરાતમાં   ફરી એકવાર કોરોનાની લહેર શરૂ થઈ છે, જેમાં અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ગુરુવારથી શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવાનો ર્નિણય લીધો છે, જેને કારણે અનેક નોકરિયાત વર્ગ, સામાન્ય અને ગરીબ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને લોકોમાં રોષ એ વાતનો છે કે કોર્પોરેશન એકાએક મોડી રાતે ર્નિણય લઈ લે છે અને જનતાને હેરાન થવું પડે છે.

ચૂંટણીઓ અને મેચમાં હજારો લોકો ભેગા થયા ત્યારે કેમ ર્નિણય ન લેવામાં આવ્યો.આજે એકાએક બસ સેવા બંધ કરી દેતા રિક્ષાચાલકોએ પણ લોકોને લૂંટવાનું શરૂ કરી દીધુ હતું કેટલાક રિક્ષાચાલકો બસો બંધ હોવાનો ફાયદો ઉઠાવી મુસાફરોને લૂંટી રહ્યા હતાં. સામાન્ય કરતાં બેથી ત્રણ ગણું ભાડું માગી રહ્યા હતાં. લોકો પાસે નોકરીએ જવા માટે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકોને રિક્ષાચાલકોને મોં માગ્યું ભાડું ચૂકવી જવું પડયું હતું. રિક્ષાચાલકો ત્રણથી વધુ પેસેન્જર બેસાડી રહ્યા હતાં ત્યારે કોરોના નહિ ફેલાય એવા પણ સવાલ લોકો કરી રહ્યા છે.શાળા કોલેજાેમાં પણ વિદ્યાર્થીઓને જવા આવવાની તકલીફ પડી હતી કોલેજાેમાં પરીક્ષાઓ લેવાની હોવાથી વિદ્યાર્થીઓ પણ મંુજવણમાં મુકાયા હતાં

એએમટીસી બસમાં દરરોજ અપડાઉન કરતા ભાવિન દવેએ જણાવ્યું હતું કે રાતે જ કોર્પોરેશન દ્વારા જે ર્નિણય લેવામાં આવે છે એને કારણે લોકો હેરાન થાય છે, આજે બસ સેવા બંધ કરવામાં આવતાં લોકોને હાલાકી પડી છે. હું દરરોજ બસમાં અપડાઉન કરું છું. બસો બંધ થઈ જતાં રિક્ષામાં જવાની ફરજ પડી છે અને રિક્ષાચાલકો બે ગણું ભાડું માગી રહ્યા હતાં અને સામાન્ય કરતાં બે ગણા ભાડા ચૂકવવા પડયા છે,જયારે કેટલાક લોકોએ કહ્યું કે ગત માર્ચ મહિનામાં લોકડાઉનનો સમય લોકોને યાદ આવી ગયો હતો.

તમામ એએમટીએસ અને બીઆરટીએસ બસો ડેપોમાં પાછી જાેવા મળી હતી.લોકો કહી રહ્યા છે કે ચૂંટણી અને મેચ દરમિયાન હજારો લોકો ભેગા થયા ત્યારે સરકાર અને કોર્પોરેશન ઊંઘતાં હતાં ?? કોરોના જતો રહ્યો હોય તેમ લોકોને ભેગા કર્યા અને હવે અચાનક જ તમામ બાગ-બગીચા, જિમ, રિવરફ્રન્ટ, કાંકરિયા, ઝૂ અને બસ સેવા બંધ કર્યાં અને કોરોનાને કાબૂમાં લેવા સરકાર અને કોર્પોરેશન કામગીરી કરી રહ્યાં છે, જેનાથી જનતા હેરાન-પરેશાન થઈ રહી છે.

લોકોમાં અધિકારીઓના મનસ્વી ર્નિણય સામે જનતામાં રોષ જાેવા મળી રહ્યો છે. હાલ લોકોને આવવા-જવામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ સેવા બંધ કરીને રીક્ષાઓ ચાલુ રાખવામાં આવતા લોકોને બમણું ભાડુ ચુકવવું પડી રહ્યુ છે. વેપાર, ધંધા, નોકરી ઉપર જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં અને યોગ્ય આયોજન સાથે સિટી બસ સેવા ચાલુ રાખવા માંગ કરાઈ રહી છે. રાજકીય પક્ષોના તાયફાઓ પર અંકુશ રાખવા માંગ કરાઈ રહી છે.

અમે ગરીબ માણસો અમારૂં કોણ? આમાં આપણે શું કહી શકીએ. રીક્ષા વાળા એક જણના ૧૦૦-૧૦૦ રૂપિયા ભાવ લઈ રહ્યો છે. આ રીતે તાત્કાલિક બસ બંધ કરી દીધી સામાન્ય માણસોનું શું? અમે સાવધાની કેટલી રાખીએ છીએ? અમે કામ-ધંધો નહીં કરીએ તો ખાઈ શું? બસ નથી મળી રીક્ષા ભાડા આવક કરતા વધારે છે. હવે અમે શું કરીએ? ઘરમાં રહીને પણ ભૂખ્યા જ મરીશુંને?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.