Western Times News

Gujarati News

રિક્ષાચાલક સંગઠનના આગેવાનોની ૧૦મીએ બેઠક

પ્રતિકાત્મક

અમદાવાદ, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા ર્નિણય બાદ દિવાળીના તહેવારો પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયા બાદ વાહન ચાલોકોને આંશિક રાહત મળી છે. પેટ્રોલ અને ડીઝલની સાથે મોટા પ્રમાણમાં રાજ્યમાં સીએનજી દ્વારા ચાલતા વાહનનોનો પણ વપરાશ થાય છે

આવામાં ગયા મહિનામાં સતત સીએનજીના ભાવમાં વધારો થયા બાદ તેના ભાવમાં પણ ઘટાડો થાય તેવા પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. બીજી તરફ સીએનજીના ભાવમાં થયેલા વધારાના કારણે રિક્ષા ચાલકો દ્વારા તેમાં ઘટાડો કરવામાં આવે તેવી માગણી સાથે હડતાળ પર ઉતરી જવાની ચિમકી ઉચ્ચારી છે.

સીએનજીના ભાવમાં ૧૦ મહિનામાં ૧૩ રૂપિયાનો જંગી વધારો થયો હોવાનું કહીને રિક્ષા ચાલકો દ્વારા પેટ્રોલ-ડીઝલની જેમ સીએનજીના ભાવમાં પણ ઘટાડો થાય તે અંગે સરકારે વિચારવું જાેઈએ તેવી માંગ કરી છે. જાે આ કમરતોડ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો હડતાળ કરવાની પણ ચિંમકી રાજ્યના રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

રિક્ષા ચાલકોએ માંગ કરી છે કે જાે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો ર્નિણય સરકાર લઈ શકે છે તો આવો ર્નિણય સીએનજી મામલે શા માટે લેવાતો નથી? પોતાની વિવિધ માગણીઓની રજૂઆત કરીને રિક્ષાચાલક સંગઠનની ૧૦મી નવેમ્બરે બેઠક થવાની છે આ બેઠકમાં મહત્વની ચર્ચા થશે

અને તે બાદ આગામી દિવસોમાં શું કરવું તે અંગે કેટલાક ર્નિણયો લેવામાં આવશે. આ બેઠકમાં ૧૫ અને ૧૬ નવેમ્બરે રાજ્યભરમાં રિક્ષાના પૈડાં થંભી જવા અંગે જે ર્નિણય લેવામાં આવ્યો છે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવેલી માગણીઓમાં રિક્ષાચાલકોના બાળકોની સ્કૂલ ફી માફ કરવામાં આવે, સીએનજીમાં કરેલો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તે સહિતની વિવિધ માગણી કરવામાં આવી છે. ચાલુ અઠવાડિયાની મધ્યમાં રાજ્યના રિક્ષાચાલક સંગઠનના આગેવાનો એક થઈને સીએનજીના ભાવમાં સતત ઝીંકાતા વધારાને લઈને બેઠક કરીને મહત્વનો ર્નિણય લઈ શકે છે.

બીજી તરફ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લેવાતી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરતા ભાવમાં ઘટાડો થયો છે. આજ રીતે સીએનજી અંગે ર્નિણય લેવામાં આવે તેવી રિક્ષાચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.