રિક્ષામાં જઈ રહેલી મહિલા પર ચાર રાઉન્ડ ફાયરિંગથી ચકચાર
અમદાવાદ, અમદાવાદ શહેરમાં સરખેજ વિસ્તારમાં ચકચાર જગાવતો બનાવ બન્યો છે. જેમાં રિક્ષામાં જઈ રહેલી એક મહિલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે મહિલા રિક્ષામાં સવાર થઈને જઈ રહી હતી ત્યારે તેના પર બાઇક પર આવેલા બે અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી છે.
પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. બીજા એક બનાવમાં અમદાવાદમાં એમડી ડ્રગ્સ વેચનારને માર માર્યાનો બનાવ બન્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે સોમવારે મોડી રાત્રે શહેર પોલીસ કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે, જુહાપુરાની ફતેવાડી કેનાલ પાસે લોખંડવાલા પ્લોટ પાસે ફાયરિંગની ઘટના બની છે. કોલ બાદ જુહાપુરા પોલીસ અને સરખેજ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી.
તપાસ દરમિયાન એક મહિલા પર કેટલાક લોકોએ ફાયરિંગ કર્યાંનું સામે આવ્યું હતું. મહિલા રિક્ષામાં તેના ઘરે જઈ રહી હતી ત્યારે તેના પર બાઇકમાં આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગ બાદ મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. એવી પણ માહિતી મળી છે બનાવ બાદ સરખેજ પોલીસ અને જુહાપુરા પોલીસની હદને લઈને મામલો ગરમાય હતો. અંતે જુહાપુરા પોલીસે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુન નોંધીને તપાસ શરૂ કરી છે. મહિલાને ત્રણ લોકો પર શંકા હોવાથી પોલીસે આ દિશામાં તપાસ આરંભી છે.
આ ઉપરાંત પોલીસે બનાવ બન્યો હતો તેની આસપાસના લોકોની પૂછપરછ કરવાની તેમજ સીસીટીવી ફૂટેજ તપાસવાની શરૂઆત કરી છે. બીજા એક બનાવમાં અમદાવાદ શહેરમાં મારામારીનો એક બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. આ સીસીટીવી ફૂટેજ જમાલપુર વૈશ્ય સભા પાસેના હોવાનું જાણવા મળ્યું છે.
જ્યાં એમડી ડ્રગ્સ વેચનારને માર માર્યાની ચર્ચા ચાલી રહી છે. વાહન પર આવેલા અજાણ્યા લોકોએ લાકડીથી માર માર્યાનું સીસીટી ફૂટેજમાં જાેઈ શકાય છે. હાલ આ અંગેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જાેકે, આ મામલે પોલીસ ઊંડી તપાસ કરશે ત્યાર બાદ જ માલુમ પડશે કે હકીકતમાં વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ શેના છે.SS1MS