રિક્ષા ચાલકોને પડતી હાલાકીને લઈને ભરૂચ રીક્ષા એસોશીએશન મેદાનમાં
ભરૂચ નગરપાલિકાનું સંકુલ રીક્ષાઓથી ઊભરાયું ઃ નગરપાલિકા દ્વારા કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના રિક્ષાચાલકો એ શહેર માં દોડતી સીટી બસ શિડયુલ તેમજ સ્ટોપેજ વગર રોકી મુસાફરોને બેસાડતા હોવાના આક્ષેપ સાથે નગરપાલિકા ખાતે ઉમટી પડી આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
જય ભારત ઓટોરીક્ષા એસોસિએશન ભરૂચ ના નેજા હેઠળ રિક્ષાચાલકો નગરપાલિકા સંકુલ માં ઉમટી પડ્યા હતા અને પાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યું કે ભરૂચ રેલવે સ્ટેશન ગેટ પાસે સિટીબસ ચાલક દ્વારા મુસાફરોને ઉતારી સીટી બસ ડેપો માંથી મુસાફરોને બેસાડવાનું હોય છે
છતાં બસ ચાલકો રેલવે સ્ટેશન પરથી જ મુસાફરો બેસાડી ઝાડેશ્વર તરફ વહન કરી રહ્યા છે.તે પણ નિયત કરેલ સમય પત્રક વગર તેમજ ઝાડેશ્વર ગામમાં જતી ગેરકાયદેસર રીતે બસ ઝાડેશ્વર ચોકડી સુધી આવીને મુસાફરોને ભરી ભરૂચ તરફ જાય છે.
ઝાડેશ્વર ચોકડી પર હાઈવે ઓવર બ્રિજ નીચે બસ સ્ટેન્ડ વગર બસ ઉભી રાખી મુસાફરોને ભરી ભરૂચ તરફ અવર જવર કરે કે.મુસાફરોની નિયત કરેલ સંખ્યા તેમજ કોવિડ ગાઈડલાઈનની અવગણના કરી ઓવરલોડ મુસાફરો ભરી બસમાં જાેખમી મુસાફરી ચલાવી રહ્યા છે
ઓટોરીક્ષા ચાલકો પેસેન્જરો ભરી રહ્યા હોય ત્યારે સીટીબસ ચાલક હોર્ન વગાડી પેસેન્જરોને લોભાવી નિયત કરેલ બસ સ્ટેન્ડ વગર જ બેસાડી રહ્યા છે. ગરીબ ઓટોરીક્ષા ચાલકોને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરવાનું નક્કી કરાયું હોય તેમ તંત્ર ના આ અભિગમ થી સ્પષ્ટપણે જણાઈ આવે છે.
રિક્ષાચાલકો એ વધુમાં માંગ કરી છે કે દરેક સિટીબસ સ્ટેન્ડ પર બસનું શિડયુલ ટાઈમટેબલ લગાવી બસ સ્ટેન્ડ પર જ બસ દ્વારા મુસાફરોને બેસાડવામાં આવે.સિટીબસ કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રીના સમયે સ્ટેશન સર્કલ ખાતે આવેલ સીટીબસ ડેપોમાં બસને વોશિંગ કરી જાહેરમાં જ મુખ્ય માર્ગ પર પાણી છોડી કાદવ કીચડની ગંદકી કરવામાં આવી રહી છે.
તમામ બાબતોને ધ્યાને લઈ નિષ્પક્ષ કાર્યવાહી કરી બે દિવસમાં ઉપરોક્ત મુદ્દાઓનું નિરાકરણ કરવામાં નહિ આવે તો ભરૂચ શહેર જિલ્લાના ઓટોરીક્ષા ચાલકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.
૫ મી જૂન થી ભરૂચ માં શરૂ થયેલ સિટીબસ સેવા સામે રિક્ષાચાલકો અવાર નવાર ફરિયાદો કરતા રહ્યા છે પણ કાયમી ધોરણે હજુ સુધી કોઈ નિવારણ કરવામાં આવ્યું નથી ત્યારે તે માટેના પ્રયાસો થાય છે કે કેમ તે જાેવું રહ્યું.*