રિચા ચડ્ડા પાસે હાલમા સાત જેટલી ફિલ્મ હાથમાં
મુંબઇ, બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકેની છાપ ધરાવતી અભિનેત્રી રિચા ચડ્ડા હાલમાં સાત જેટલી ફિલ્મ હાથમાં ધરાવે છે. જે પૈકી એક ફિલ્મ પંગા છે જે ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં તેની સાથે કંગના રાણાવત પણ મુખ્ય રોલમાં દેખાશે. ઉપરાંત તેની પાસે જે ફિલ્મો હાથમાં છે તેમાં શકીલા, ભોલી પંજાબનનો સમાવેશ થાય છે. એક ફિલ્મમાં સેક્સ વર્કરની ભૂમિકા તે અદા કરી રહી છે. ઉપરાંત તેની પાસે કેબરે સહિતની ફિલ્મ છે.
શકીલા પર પણ એક ફિલ્મ બની રહી છે. રિચા આ ફિલ્મોમાં તેના દ્વારા હજુ સુધી અદા કરવામાં આવેલી ભૂમિકા કરતા અલગ ભૂમિકામાં નજરે પડનાર છે. તે પ્રથમ વખત આ પ્રકારની પડકારરૂપ ભૂમિકામાં નજરે પડનાર છે. તેની પાસે મોટા ભાગની એવ ફિલ્મો છે જે સમાજ પર અસર કરી રહી છે. જેને લઇને મામલા સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ચુક્યા છે. તેની પાસે રહેલી ફિલ્મોમાં ભોલી પંજાબનનો સમાવેશ થાય છે. તે બોલિવુડમાં પોતાની છાપ મુજબની ફિલ્મો મેળવી રહી છે. રિચા ચડ્ડાએ કહ્યુ છે કે દરેક નિર્માતા નિર્દેશકો સાથે કામ કરીને તે ખુશ છે. તેમની પાસેથી અનેક નવી બાબતો જાણવા મળી છે. સમાજમાં કેટલીક નબળાઇ પણ આ ફિલ્મમાં દર્શાવાઇ છે. સમાજમાં રહેલી આ નબળાઇના કારણે જ બાળકો કેટલીક જટિલ સમસ્યામાં ઘેરાયેલા રહે છે.
રિચા પોતાની અન્ય ફિલ્મોને લઇને પણ આશાવાદી છે. તેનુ કહેવુ છે કે તેની બોલિવુડમાં જે પ્રકારની છાપ છે તેને લઇને તે બિલકુલ પરેશાન નથી. તે સારી અને પડકારરૂપ ભૂમિકા અદા કરવા માટે હમેંશા ઉત્સુક રહી છે. તમામ લોકો માને છે કે રિચાને તેની સેક્સ સિમ્બોલ તરીકેની છાપ મુજબની ફિલ્મો મળી રહી છે. જો કે તે એમ માનતી નથી. તેનુ કહેવુ છે કે તે તેની કેરિયરમાં હાલમાં જે પણ ફિલ્મો મળી છે તેના કારણે ભારે ખુશ દેખાઇ રહી છે.