રિઝર્વ બેંકે ટર્મ લોન પર મુક્તિ આપવાની બેંકોને મંજૂરી આપી
નવી દિલ્હી, ગયા અઠવાડિયે, ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકોને 1 માર્ચ 2020ના રોજ ચૂકવવાપાત્ર તમામ ટર્મ લોન અને કાર્યકારી મૂડી સુવિધા માટે ત્રણ મહિના સુધી મુક્તિ આપવાની મંજૂરી આપી છે.
આ મુક્તિ અંગે ટેકનિકલ બાબતોની સ્પષ્ટતા માટે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોના ભારતીય બેંક સંગઠન દ્વારા જવાબ આપવામાં આવ્યા છે.
પ્રશ્ન 1: RBI દ્વારા ક્યારે/શું જાહેરાત કરવામાં આવી હતી?
જવાબ: ગત અઠવાડિયે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, 1 માર્ચ 2020ના રોજ ચૂકવવાપાત્ર તમામ ટર્મ લોન તેમજ કાર્યકારી મૂડી સુવિધા માટે ત્રણ મહિના સુધી મુક્તિ આપવામાં આવે છે.
પ્રશ્ન 2: શા માટે RBIએ રાહત પેકેજની જાહેરાત કરી છે?
જવાબ: કોવિડ-19 મહામારીના કારણે આવેલા કેટલાક વિક્ષેપોના પરિણામરૂપે ઉભા થયેલા ડેબ્ટ સર્વિસિંગના ભારણને ઓછુ કરવા માટે તેમજ આર્થિક દૃષ્ટિએ સતત વ્યવસાયો નિભાવવાનું જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચોક્કસ નિયમનકારી પગલાંની જાહેરાત કરવામાં આવી છે. રોકડના પ્રવાહમાં થોડા સમય માટે વિક્ષેપ પડશે અને કેટલાક કિસ્સામાં તે વ્યવસાયો / વ્યક્તિગત લોકોને આવકમાં નુકસાન થશે તેવું લાગતા, તે વ્યવસાયો / વ્યક્તિગત લોકોને વર્તમાન પગલાં રાહત આપવાનું કામ કરી રહ્યાં છે.
પ્રશ્ન 3: RBI કોવિડ-19 નિયમનકારી પેકેજ અંતર્ગત કઇ સુવિધાઓ લાભ મેળવવા માટે પાત્રતા ધરાવે છે અને શું તે સુવિધા સમગ્ર બોર્ડમાં તમામ લેણદારોમાં સુધી વિસ્તરીત છે કે નહીં?
જવાબ: તમામ ટર્મ લોન (કૃષિ ટર્મ લોન, રીટેઇલ, પાક ધિરાણ અને પૂલ ખરીદી હેઠળ ધિરાણ સહિત) અને રોકડ ક્રેડિટ / ઓવરડ્રાફ્ટ આ પેકેજ અંતર્ગત લાભ લેવા માટે પાત્રતા ધરાવે છે. આ એવા તમામ ખાતા માટે ઉપલબ્ધ છે, જેઓ 1 માર્ચ 2020 ના રોજ પ્રમાણભૂત અસ્કયામત છે. વધુમાં, બિનજરૂરી પેપરવર્ક ટાળવા માટે ટર્મ લોનના હપતાની પુનઃચૂકવણી (વ્યાજ સહિત) 90 દિવસ સુધી લંબાવીને સમગ્ર બોર્ડમાં તમામ ઋણ લેનારા સુધી આ સુવિધા વિસ્તરીત કરવામાં આવી છે. ટર્મ લોન માટેનો મૂળ પુનઃચૂકવણીનો સમયગાળો 90 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે એટલે કે, 60 હપતામાં પુનઃચૂકવવાપાત્ર ધિરાણની પાકતી મુદત 1 માર્ચ 2025 હોય તો, તે મુદત લંબાવીને 1 જૂન 2025 કરવામાં આવી છે.
પ્રશ્ન 4 : શું ચૂકવણીનું રીશિડ્યૂલિંગ તમામ પ્રકારની ટર્મ લોનને લાગુ થવા પાત્ર છે?
જવાબ : ટર્મ લોનના વિભાગ અને સમયગાળો ગમે તે હોય તો પણ આ તમામ પ્રકારની ટર્મ લોન માટે લાગુ થવા પાત્ર છે.
પ્રશ્ન 5 : શું ટર્મ લોન માટેનું રીશિડ્યૂલિંગ માત્ર મુદ્દલની રકમ માટે છે કે પછી તેમાં વ્યાજ પણ સામેલ છે?
જવાબ : 1 માર્ચ 2020 થી 31 માર્ચ 2020 વચ્ચેના સમયગાળામાં ચૂકવણી આવતી હોય તો મુદ્દલ રકમનું રીશિડ્યૂલિંગ ત્રણ મહિના માટે થઇ શકે છે. ઉદાહરણ તરીકે, ટર્મ લોનનો છેલ્લો હપતો 1 માર્ચ 2020ના રોજ ચૂકવવાનો થતો હોય તો, તે 1 જૂન 2020ના રોજ ચૂકવી શકાશે.
EMI આધારિત ટર્મ લોન માટે, 1 માર્ચ 2020 થી 31 મે 2020 વચ્ચે આવતા ત્રણ EMI માટે તે ગણાશે અને તેનો સમયગાળો ત્રણ મહિના માટે લંબાવવામાં આવશે તેની પુનઃચૂકવણી લંબાવેલા સમયગાળા દરમિયાન, ઉપર દર્શાવેલા ઉદાહરણ (2) મુજબ કરી શકાશે.
અન્ય ટર્મ લોન માટે, આ સમયગાળા દરમિયાન ચૂકવવાપાત્ર તમામ હપતા અને વ્યાજ, ભલે ચૂકવણીનો સમયગાળો ગમે તે એટલે કે, માસિક, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક, વાર્ષિક, બુલેટ ચૂકવણી વગેરે હોય તેને ધ્યાનમાં લીધા વગર, માટે તે રહેશે. ટર્મ લોન માટે, જ્યાં પુનઃચૂકવણીની શરૂઆત નથી થઇ, તેમાં ત્રણ મહિના માટે માત્ર વ્યાજના હિસ્સાની ફરી ગણતરી થશે.
પ્રશ્ન 6 : જો ટર્મ લોનનો લંબાવેલો સમયગાળો કોઇ પ્રોડક્ટ માટે મહત્તમ નિયત સમયગાળા કરતા વધી જાય અથવા ધિરાણ નીતિમાં નિયત સમય કરતા વધી જાય તો શું?
જવાબ : વિચલનો અથવા મંજૂરીની જરૂરિયાત વગર, આવી બધી જ ટર્મ લોન માટે તે લંબાવી શકાય છે.
પ્રશ્ન 7 : કાર્યકારી મૂડી સુવિધાઓ પર વ્યાજની શું કામગીરી રહેશે?
જવાબ : 31 માર્ચ, 30 એપ્રિલ અને 31 મે 2020ના રોજ રોકડ ક્રેડિટ / ઓવરડ્રાફ્ટ પર લાગુ વ્યાજની વસુલાત ‘મુલતવી’ રાખવામાં આવી રહી છે. જોકે, 30 જૂન 2020ના રોજ લાગુ કરવામાં આવતા વ્યાજની સાથે અને જે કિસ્સામાં માસિક વ્યાજ લાગુ કરવામાં ન આવતું હોય તેમાં, આગામી વ્યાજની તારીખ સાથે સંપૂર્ણ વ્યાજ આવશ્યકપણે વસુલવાનું રહેશે.
પ્રશ્ન 8 : જ્યાં સુધી નાદારીની જાણ કરવાની વાત છે ત્યાં સુધી, ઋણ લેનારા પર RBIની રાહતની શું અસર જોવા મળશે?
જવાબ : ચૂકવણીમાં થતા કોઇપણ વિલંબને નાદારી ગણવામાં આવે છે અને ક્રેડિટ બ્યૂરોને તે અંગે જાણ કરવામાં આવે છે. રૂ. 5 કરોડ અને તેથી વધુના વ્યાવસાયિક ધિરાણ માટે, બેંકો CRILC દ્વારા RBIને પણ ઓવરડ્યૂ સ્થિતિની જાણ કરે છે. આ રાહત પેકેજના પરિણામરૂપે, 1 માર્ચ 2020 પછી બાકી નીકળતી ચૂકવણી અંગે ત્રણ મહિના સુધી ક્રેડિટ બ્યૂરો / CRILCને જાણ કરવામાં આવશે નહીં. બેંકોને કોઇ જ દંડાત્મક વ્યાજ અથવા ચાર્જ ચૂકવવાપાત્ર રહેશે નહીં. તેવી જ રીતે SEBI દ્વારા મંજૂરી આપવામાં આવી છે કે, ક્રેડિટ રેટિંગ એજન્સી (CRA) કોવિડ-19ના કારણે ઉભી થયેલી લૉકડાઉનની પરિસ્થિતિના કારણે વિલંબ થાય તો સૂચિબદ્ધ કંપની માટે તે નાદારી તરીકે ગણવામાં આવશે નહીં.
પ્રશ્ન 9 : મતલબ કે, વ્યવસાયો / વ્યક્તિગત લોકોએ આવશ્યકપણે આ લાભ લેવો જોઇએ?
જવાબ : જો તમારા રોકડના પ્રવાહમાં કોઇપણ પ્રકારે વિક્ષેપ પડ્યો હોય અથવા જો આવકમાં નુકસાન થયું હોય તો, આ પેકેજ અંતર્ગત તમે લાભ લઇ શકો છો. જોકે, તમારે અચૂકપણે ધ્યાનમાં લેવું જોઇએ કે, ધિરાણ પર વ્યાજ, તાત્કાલિક ફરજિયાતપણે ચૂકવવાપાત્ર નથી અને અને તેને 3 મહિના સુધી મુલતવી રાખી શકાય તેમ છે છતાં, તે તમારા ખાતામાં સતત બાકી તરીકે દેખાશે અને તેનાથી વધારાની કિંમત ચૂકવવી પડી શકે છે.
તમને આ બાબત યોગ્ય રીતે સમજાવવા માટે, ધારો કે તમારા ધિરાણની બાકી ચૂકવણી રૂ. 100,000 છે અને તમારા ધિરાણ પર 12% વ્યાજ લગાવવામાં આવે છે તો, દર મહિને તમારે વ્યાજપેટે રૂ. 1000 ભરવાના થાય. જો તમે તમે દર મહિને વ્યાજ ન ચૂકવવાનું પસંદ કરો તો, તે વાર્ષિક 12%ના દરે વ્યાજ ચૂકવવાપાત્ર છો અને એ પ્રમાણે તમારે ત્રીજા મહિનાના અંતે રૂ. 3030.10 ચૂકવવાના રહેશે.
તેવી જ રીતે, જો વ્યાજદર 10% હોય તો, તમારે દર મહિને રૂ. 833 અથવા ત્રણ મહિના પછી રૂ. 2521 ચૂકવવા પડે.
પ્રશ્ન 10 : જો બેંકમાંથી કોઇપણ સ્ટાફ અથવા તેના કલેક્શન એજન્ટ પુનઃચૂકવણી માટે મારો સંપર્ક કરે તો મારે ચિંતા કરવાની જરૂર છે?
જવાબ : તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી અને બેંકના સ્ટાફ / કલેક્શન એજન્ટને કહો કે, તમે નિયમનકારી પેકેજ હેઠળ મુદત લંબાવવામાં આવી છે તેનો લાભ લેવા માગો છો.
પ્રશ્ન 11 : મારા ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી અંગે શું?
જવાબ : ક્રેડિટ કાર્ડની ચૂકવણી અંગે પણ આ રાહત લાગુ થવા પાત્ર છે.
ક્રેડિટ કાર્ડની ચૂકવણીના કિસ્સામાં, ઓછામાં ઓછી રકમ ચૂકવવી જરૂરી છે અને જો તેની ચૂકવણી ન કરવામાં આવે તો તેના વિશે ક્રેડિટ બ્યૂરોને જાણ કરવામાં આવશે. RBIના પરિપત્રને અનુલક્ષીને, ક્રેડિટ કાર્ડના ખાતામાં બાકી ચૂકવણી અંગે ત્રણ મહિના સુધી ક્રેડિટ બ્યૂરોને જાણ કરવામાં આવતી નથી.
જોકે, ચૂકવવાની બાકી રકમ પર ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરનાર દ્વારા વ્યાજ લાગુ કરવામાં આવશે. ચૂકવવાપાત્ર વ્યાજની વિગતો મેળવવા માટે તમે તમારા ક્રેડિટ કાર્ટ ઇશ્યુ કરનારનો સંપર્ક કરી શકો છો. આ સમયગાળા દરમિયાન કોઇ દંડાત્મક વ્યાજ લેવામાં આવશે નહીં તેમ છતાં પણ, તમારે અચુક યાદ રાખવું જોઇએ કે, ક્રેડિટ કાર્ડ પર લાગુ કરવામાં આવતો વ્યાજદર બેંકના સામાન્ય ધિરાણની તુલનાએ ઘણો વધારે હોય છે અને તમારે એ પ્રમાણે નિર્ણય લેવો જોઇએ.
પ્રશ્ન 12 : વ્યવસાયો માટે નોન-ફંડ આધારિતમાંથી ફંડ આધારિત અથવા FB થી NFBમાં વિનિમયક્ષમતા માટે આપવામાં આવેલી મંજૂરી અંગે શું?
જવાબ : 1 માર્ચથી 31 મે 2020ના સમયગાળા દરમિયાન મેળવવામાં આવેલ વિનિમયક્ષમતા પર ફંડ આધારિત લાગુ કરવામાં આવતું વ્યાજ મુક્તિ પાત્ર રહેશે. 1 માર્ચથી મળેલી નવી મંજૂરીઓ (નાણાં ફાળવણી) અને આ સમય દરમિયાન તે લેવામાં આવે તો, ફંડ આધારિત હિસ્સો વ્યાજ લાગુ કરવા માટે પાત્રતા હેઠળ આવશે.
પ્રશ્ન 13 : અન્ય કયા પ્રકારે, વ્યવસાયોને રાહત મળી શકે છે?
જવાબ : વ્યવસાયો તેમના રોકડના પ્રવાહમાં થયેલા વિક્ષેપના કારણે અથવા તેમની કાર્યકારી મૂડીના ચક્રમાં થયેલા લંબાણના અનુસંધાનમાં તેમની કાર્યકારી મૂડીની જરૂરિયાતનું પુનઃમૂલ્યાંકન કરવાની વિનંતી કરી શકે છે. તેઓ NFB સુવિધાઓ (LC/BG વગેરે) પર માર્જિનમાં ઘટાડો કરવાની અથવા સિક્યુરિટીમાં રાહત આપવાની પણ વિનંતી કરી શકે છે. આ અંગેનો નિર્ણય જે-તે બેંકની શાખા દ્વારા વિનંતીની યથાર્થતાને ધ્યાનમાં રાખીને દરેક કેસમાં વ્યક્તિગત રીતે લેવામાં આવશે.
પ્રશ્ન 14 : શું NBFC/ MFI/ HFC “કાર્યકારી મૂડી ફાઇનાન્સિંગ સરળીકરણ” અંતર્ગત યોગ્યતા ધરાવે છે?
જવાબ : વર્તમાન સમયમાં, તેમને આ યોજના અંતર્ગત ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. જોકે, RBI દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલી લક્ષિત લાંબાગાળાની પુનઃ ફાઇનાન્સિંગ કામગીરી એટલે કે TLTRO અંતર્ગત આવા ફાઇનાન્સિલ મધ્યસ્થીઓને પૂરતા પ્રમાણમાં તરલતા સહાય માટે જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના હેઠળ બેંકો દ્વારા લેવામાં આવતો તરલતાનો લાભ રોકાણ ગ્રેડ કૉર્પોરેટ બોન્ડ્સ, વ્યાપારિક પેપર અને નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર હેઠળ આ બોન્ડ્સમાં 27 માર્ચ 2020ના રોજ તેમના રોકાણના બાકી રકમના સ્તર કરતા ઉપર અને તે સિવાય રાખવો પડે છે.
બેંકોએ મ્યુચ્યુઅલ ફંડ્સ અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ સહિત પાત્રતા ધરાવતા સાધનોમાં તેમના વધતા હિસ્સામાંથી પચાસ ટકા હિસ્સો પ્રાઇમરી માર્કેટ ઇશ્યુઅન્સમાંથી હસ્તગત કરવો પડશે અને બાકીનો પચાસ ટકા હિસ્સો સેકન્ડરી માર્કેટમાંથી હસ્તગત કરવો પડશે. આ સુવિધા હેઠળ બેંકો દ્વારા કરવામાં આવેલા રોકાણને પાકતી મુદત સુધી રાખેલ (HTM) તરીકે વર્ગીકૃત કરવામાં આવશે જેમાં કુલ રોકાણના 25 ટકાથી વધારેને પણ HTM પોર્ટફોલિયોમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધા હેઠળના એક્સપોઝરની લાર્જ એક્સપોઝર ફ્રેમવર્ક તરીકે પણ ફરી ગણતરી કરવામાં આવશે નહીં. બેંકો આ વિન્ડો હેઠળ NBFC / MFI / HFC વગેરેને સહાય કરી શકશે નહીં અને આ ફાઇનાન્સિયલ મધ્યસ્થીઓ માટે અમને કોઇ તરલતાનું સંભવિત દબાણ દેખાતું નથી.
પ્રશ્ન 15 : શું RBIના આ તમામ પગલાંને “પુનર્ગઠન” તરીકે માનવામાં આવશે? લાગુ થવા પાત્ર જોગવાઇઓનું શું?
જવાબ : RBI દ્વારા 27 માર્ચ 2020ના રોજ કોવિડ-19 નિયમનકારી પેકેજ અંગેના પરિપત્ર અંતર્ગત લાગુ કરવામાં આવેલા પગલાંને “પુનર્ગઠન” તરીકે ગણવામાં આવશે નહીં અને આથી, અસ્કયામત વર્ગીકરણ ડાઉનગ્રેડ પર તેની કોઇ અસર પડશે નહીં. તદ્અનુસાર, પુનર્ગઠિત ખાતાની ઉન્નત જોગવાઇઓ લાગુ પડશે નહીં.
પ્રશ્ન 16 : SI / ECS / NACH દ્વારા વસુલવામાં આવતા હપતા / EMIનું શું? જો ઋણ લેનાર દ્વારા હપતા / EMIની માંગણી કરવામાં આવે તો તેના રીફંડની પ્રક્રિયા શું રહેશે?
જવાબ : કૃપા કરીને સુધારેલા આદેશ માટે તમારી બેંકનો સંપર્ક કરો. (PIB inputs)