રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો, રેટ ૪% યથાવત
મુંબઇ, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ત્રણ દિવસની બેઠક બાદ મોનિટરી પૉલિસી બેઠકનું પરિણામ જાહેર કર્યું હતું. આરબીઆઈ તરફથી રેપો રેટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે રેપો રેટ ૪% યથાવત રહ્યો છે.
સાથે જ રિવર્સ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા છે. આ ૧૧મી મોનિટરી પૉલિસી બેઠક છે જેમાં પૉલિસી રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લે ૨૨ મે ૨૦૨૦ના રોજ રેપો રેટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારથી રેપો રેટ ઐતિહાસિક ચાર ટકા પર સ્થિર છે. રિઝર્વ બેંકની મોનિટરી પૉલિસી કમિટીની બેઠક દર બે મહિને મળે છે. નાણાકીય વર્ષની આ પ્રથમ બેઠક છે, જે છઠ્ઠી એપ્રિલથી શરૂ થઈ છે.
ગત ૧૦મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ત્રણ દિવસની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. શક્તિકાંત દાસે પૉલિસી રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાની જાહેરાત કરી હતી. શક્તિકાંત દાસે મોંઘવારીને કાબૂમાં રાખવાને પ્રાથમિકતા આપતા રેપો રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાનો ર્નિણય કર્યો હતો.
મોનિટરી કમિટીના તમામ સભ્યોએ એકમત સાથે રેપો રેટ ૪% યથાવત રાખવાનો ર્નિણય કર્યો હતો. આ સાથે રિવર્સ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. રિવર્સ રેપો રેટ ૨૦૨૦થી ૩.૩૫ ટકા પર સ્થિર છે.
૨૦૨૦ પહેલા એક વર્ષમાં RBI મોનિટરી પૉલિસી કમિટીએ તેમાં ૧૫૫ બેસિસ પોઈન્ટ એટલે કે ૧.૫૫ ટકાનો ઘટાડો કર્યો હતો. MSF રેટ અને બેંક રેટ પહેલાની જેમ ૪.૨૫ ટકા થયાવત રાખવામાં આવ્યા હતા. રિવર્સ રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ પાસે બેંકોની જમા રકમ પર વ્યાજ મળે છે. આ વ્યાજ આરબીઆઈ આપે છે.
હકીકતમાં વધારે ફંડના કેસમાં બેંકો પોતાની પાસે રહેલી વધારાની રકમ આરબીઆઈમાં જમા કરાવે છે. આ જમા રકમ પર આરબીઆઈ વ્યાજ આપે છે. હાલ રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા છે. રેપો રેટ એ રેટ છે જેના પર બેંક આરબીઆઈ પાસેથી ઉધાર લીધેલી રકમ પર વ્યાજ ચૂકવે છે.
બેંક પોતાની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે આરબીઆઈ પાસેથી ઉધાર રકમ લે છે. જેના પર તે બેંકને વ્યાજ ચૂકવે છે. રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઈ શકે.
EMIના વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય. જાે રેપો રેટ ઘટે તો બેન્ક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઈ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બેન્ક પર આધારિત હોય છે. રિવર્સ રેપો રેટ વધે તો બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે.
જ્યારે રિવર્સ રેપો રેટમાં વધારો થાય ત્યારે કોમર્શિયલ બેન્કોને આરબીઆઈ તરફથી વધારે વ્યાજ મળે. આ સ્થિતિમાં પણ બેન્કો પોતાના નાણા આરબીઆઈને ધીરે અને બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે.SSS