રિઝર્વ બેંકે ૨૦૦૦ રૂપિયાની નોટ છાપવાની બંધ કરી દીધી
મુંબઈ, ભારતીય રિઝર્વ બેંકે ૨૦૦૦ રૂપિયાની નોટ છાપવાનુ બંધ કરી દીધુ છે. ભારતીય રિઝર્વ બેંકે આ નાણાંકીય વર્ષમાં એક પણ ૨૦૦૦ રૂપિયાની નોટ પ્રકાશિત કરી નથી. આનો ખુલાસો એક આરટીઆઇ અરજીમાં કરવામાં આવ્યો છે. આ નાણાંકીય વર્ષમાં એક પણ મોટા મુલ્યની નોટ પ્રકાશિત કરવામાં આવી નથી. અત્રે નોંધનીય છે કે નવેમ્બર ૨૦૧૬માં સરકારે કાળા નાણાં પર બ્રેક મુકવાના ઇરાદા સાથે જુની ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી.
અત્રે નોંધનીય છે કે નવેમ્બર ૨૦૧૬માં સરકારે કાળા નાણાં પર બ્રેક મુકવા માટે કેટલાક કઠોર પગલા લીધા હતા. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૬-૧૭ના નાણાંકીય વર્ષ દરમિયાન ૨૦૦૦ રૂપિયાની નોટ ૩૫૪૨.૯૯૧ મિલિયન છાપવામાં આવ્યા હતા. આગામી વર્ષે ૧૧૧.૫૦૭ મિલિયન નોટ ઓછી થઇ ગઇ હતી. વર્ષ ૨૦૧૮-૧૯માં બેંકે ૪૬૬૯૦ મિલિયન નોટ પ્રકાશિત કર્યા હતા. નિષ્ણાંતોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો હાઇવેલ્યુ નોટને દુર કરવા માટે કાળા નાણાં પર નિયંત્રણ તરીકે જાવામાં આવે છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રૂપિયા ૨૦૦૦ની નોટની છાપણી કામગીરીને લઘુત્તમ સુધી મર્યાદિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અધિકારીઓના કહેવા મુજબ ૨૦૦૦ રૂપિયાની નોટ વધારે સરક્યુલેશનમાં આવવાથી સરકારના લક્ષ્યને નુકસાન થઇ શકે છે. આંધ્રપ્રદેશ અને તમિળનાડુ સરહદથી ૨૦૦૦ રૂપિયાની નોટના છ કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ હાલમાં જપ્ત કરવામાં આવી હતી.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૦૦ રૂપિયાની નોટને મર્યાદિત પ્રમાણમાં છાપવાનો હાલમાં નિર્ણય લેવાયો છે. આરબીઆઈ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ ૨૦૦૦ રૂપિયાની નોટ સરક્યુલેશનમાં ઘટાડો થયો છે. માર્ચ ૨૦૧૮ના દિવસે પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં ૩૩૬૩ મિલિયન હાઈવેલ્યુ નોટ સરક્યુલેશનમાં હતા જે કુલ સરક્યુલેશન વેલ્યુમાં ૩.૩ ટકા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯માં આ આંકડો ઘટીને ૩૨૯૧ મિલિયન થઇ ગયો હતો જે કુલ મની સરક્યુલેશનમાં ૩ ટકા વેલ્યુમ અને ૩૧.૨ ટકા વેલ્યુમ તરીકે છે.