રિટા રિપોર્ટર ૧૦મી એનિવર્સરી પર પતિ સાથે ફરી લગ્ન કરશે

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ પ્રિયા આહૂજા અને ડિરેક્ટર માલવ રાજદાના ૧૯મી નવેમ્બરે લગ્નના ૧૦ વર્ષ પૂરા થવાના છે. વેડિંગ એનિવર્સરીને ખાસ બનાવા માટે કપલ પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં ફરીથી એકબીજા સાથે લગ્નના વચન લેવાના છે.
૧૦ વર્ષ પહેલા જે પંડિતે લગ્ન કરાવ્યા હતા તેઓ જ વિધિ કરાવશે, આ પ્રસંગે માલવ અને પ્રિયા ગ્રૂમ તેમજ બ્રાઈડના આઉટફિટ પહેરશે. આ સિવાય લગ્ન પહેલા તેઓ સંગીત, મહેંદી અને કોકટેલ પાર્ટી પણ રાખવાના છે. માલવે કહ્યું હતું કે હકીકતમાં અમે વિદેશ પ્રવાસે જવા માગતા હતા, કારણ કે મહામારીના કારણે અમે જઈ શક્યા નહોતા.
પરંતુ હજી પણ મુસાફરીને લઈને કેટલાક પ્રતિબંધ હોવાથી પ્રિયા આ આઈડિયા લઈને આવી હતી. લોકો કેવી રીતે રિએક્ટ કરશે તેના વિશે મને થોડી શંકા હતી, પરંતુ એકવાર આમંત્રણ મોકલવાનું શરૂ કર્યું બાદ લોકોએ જે રીતે રિએક્શન આપ્યું અને પ્રેમ વરસાવ્યો તે જાેઈને મને નવાઈ લાગી હતી.
ફરીથી લગ્ન કરવામાં સૌથી શ્રેષ્ઠ વાત એ છે તે અમારો દીકરો અરદાસ પણ તેનો ભાગ હશે અને અમે પહેલા વેડિંગ આલ્બમ તેમજ બીજા વેડિંગ આલ્બમને અમારી પાસે રાખી શકીશું. આ લગ્નની સૌથી મહત્વની વાત એ છે કે મારી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ પહેલીવાર લગ્ન કર્યા ત્યારે પણ ઉપસ્થિત રહી હતી અને હવે તેઓ ૧૦મી એનિવર્સરી પર થનારા લગ્નમાં પણ હાજર રહેશે.
પ્રિયાએ કહ્યું હતું કે ‘અમે અમારા લગ્નને માણવા માગતા હતા અને લોકો સાથે આવા મુશ્કેલ સમયનો સામનો કર્યા બાદ સમય પસાર કરવા ઈચ્છતા હતા અને તેથી મને આ વિચાર આવ્યો હતો. હું અમારા તમામ માટે તે સારો દિવસ બનાવવા ઈચ્છતી હતી. મારો પતિ હજી પણ રોમેન્ટિક છે, જેવો તે થોડા વર્ષ પહેલા હતો. તેથી આવતીકાલે ફરીથી તેની સાાથે પરણવા જઈ રહી છું તે વાતને મને ઘણી ખુશી છે.SSS