રિટેલ રોકાણકારો સરકારી સિક્યો.માં પૈસા રોકી શકશે
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની ૨ નવી સ્કીમ્સને લોન્ચ કરી છે. તે આરબીઆઈરિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક ઈન્ટિગ્રેટેડ ઓંબ્ડસ્મેન સ્કીમ છે. આરબીઆઈરિટેલ ડાયરેક્ટ સ્કીમ અંતર્ગત રિટેલ રોકાણકારો સરકારી સિક્યોરિટીઝમાં પૈસા લગાવી શકશે.
તેનાથી તેમને ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલી સિક્યોરિટીઝમાં સીધું રોકાણ કરવાનું એક નવું માધ્યમ મળશે. આ સ્કીમ અંતર્ગત રોકાણકારો આરબીઆઈ સાથે સરકારી સિક્યોરિટીઝ એકાઉન્ટ સરળતાથી ઓનલાઈન અને મફતમાં ખોલી શકે છે.
જ્યારે રિઝર્વ બેંક-ઈન્ટિગ્રેટેડ ઓંબ્ડસ્મૈન સ્કીમનો ઉદ્દેશ્ય આરબીઆઈ દ્વારા રેગ્યુલેટેડ એકમો વિરૂદ્ધ ગ્રાહકોની ફરિયાદોના સમાધાનની વધુ સારી વ્યવસ્થા મળશે. આ પ્રસંગે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ, નાણાં મંત્રી ર્નિમલા સીતારામણ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોન્ચિંગ પ્રસંગે નાણાં મંત્રી ર્નિમલા સીતારામણે કહ્યું કે, મહામારી દરમિયાન રિઝર્વ બેંકે જે રીતે નાણા મંત્રાલય સાથે મળીને કામ કર્યું તેઓ એ વાતની પ્રશંસા કરે છે.SSS