રિતિકના મમ્મીએ પવનદીપ-અરુણિતાને કિંમતી ભેટ આપી
મુંબઈ, ઈન્ડિયન આઈડલ ૧૨ ખતમ થયા બાદ પણ લોકો તેના વિનર પવનદીપ રાજન અને ફર્સ્ટ રનર અપ અરુણિતા કાંજીલાલને સાથે જાેવા ઈચ્છે છે. સિંગિંગ રિયાલિટી શો ખતમ થયા બાદ બંનેએ ઘણા ફંક્શનમાં સાથે હાજરી આપી હતી હાલમાં, પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ રિતિક રોશન તેમજ તેના પરિવારના સભ્યો પિતા રાકેશ રોશન, માતા પિંકી રોશન અને બહેન સુનૈના રોશનને મળ્યા હતા.
પવનદીપ અને અરુણિતાએ રોશન પરિવાર સાથે આશરે ૩ કલાક જેટલો સમય વીતાવ્યો હતા. તેમની સાથે મુલાકાત કર્યા બાદ પવનદીપે જણાવ્યું હતું કે, રાકેશજી અને પિંકીજી ભાવુક થઈ ગયા હતા અને અમને બંનેને ભેટી પડ્યા હતા. અમે કેટલાક સોન્ગ પણ ગાયા હતા અને તેમને અમારી કંપની ખૂબ ગમી હતી. હ્રિતિક રોશનના માતાએ રુદ્રાક્ષવાળી સોનાની ચેઈન અને માતા લક્ષ્મીના સિક્કા સાથે પાઉચ આપ્યું હતું.
તેના વિશે પવનદીપે જણાવ્યું ‘તેમણે મને કહ્યું હતું કે, તે ચેઈન તેમને તેમના પિતા દ્વારા આપવામાં આવી હતી. તેમાં રુદ્રાક્ષ છે અને હું મારા માટે રુદ્રાક્ષ ખરીદવાનું વિચારી રહ્યો હતો અને પિંકીજીએ મને તે ભેટમાં આપી દીધી. રાકેશ રોશને તેમને તેમ પણ કહ્યું હતું કે પિંકી રોશન અને તેઓ પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલના ખૂબ મોટા ફેન છે. તેમણે જ બંનેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જ્યારે તમે બંનેએ પર્ફોર્મન્સ આપ્યું ત્યારે શું હ્રિતિક રોશન તેના ઘરે હાજર હતો? તેમ પૂછતાં પવનદીપે કહ્યું કે ‘અમે ખૂબ ઓછા સમય માટે તેમને મળ્યા હતા. તેમણે અમને બંને શુભેચ્છા પાઠવી હતી તેમજ કહ્યું હતું કે મહેનત કરતા રહો અને જીવનમાં આગળ વધતા રહો. પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ હાલ મ્યૂઝિકલ સીરિઝ માટેની તૈયારી કરી રહ્યા છે, જેનું ડિરેક્શન રાજ સુરાણી કરવાના છે. તેઓ ડાન્સ પણ શીખી રહ્યા છે કારણ કે તેમને વીડિયોમાં પર્ફોર્મન્સ પણ આપવાનું છે.SSS