Western Times News

Gujarati News

રિતિકની પૂર્વ પત્ની સુઝેન ખાન આર્યન ખાનના સપોર્ટમાં આવી

મુંબઇ, શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ બોલીવુડ ઉદ્યોગ બે ભાગમાં વહેંચાયેલો લાગે છે. જ્યારે એક વિભાગ આર્યનના બચાવમાં છે, બીજાે આ ધરપકડને યોગ્ય ઠેરવી રહ્યો છે. દરમિયાન, રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાને શાહરૂખ અને ગૌરી ખાન પ્રત્યે એકતા દર્શાવી છે. ઈન્સ્ટાગ્રામ પર એક પત્રકારની પોસ્ટ પર ટિપ્પણી કરતા તેણે કહ્યું છે કે આર્યન ખોટા સમયે ખોટી જગ્યાએ હતો, તે ડ્રગ વ્યસની ન હોઈ શકે.

સુઝેન ખાને પોતાની ટિપ્પણીમાં કહ્યું છે, “મને લાગે છે કે, તે આર્યન ખાન વિશે નથી, કારણ કે કમનસીબે તે ખોટા સમયે ખોટી જગ્યાએ હતો. આ ઘટનાને ઉદાહરણ તરીકે જાેઇ શકાય છે કે લોકો બોલીવુડના લોકોના ‘વિચ હંટ’ (ક્રૂર સજા) માં વ્યસ્ત રહે છે. તે દુખી છે કારણ કે તે એક સારો બાળક છે.

હું ગૌરી અને શાહરૂખ સાથે છું. સુઝેન સિવાય અનેક હસ્તીઓએ પણ આર્યનને સપોર્ટ કર્યો સુઝેન ઉપરાંત ફિલ્મ નિર્માતા હંસલ મહેતા, અભિનેત્રી પૂજા ભટ્ટ અને સુચિત્રા કૃષ્ણમૂર્તિના નામ પણ આર્યનના સમર્થનમાં સામેલ છે. હંસલ મહેતાએ ટિ્‌વટર પર લખ્યું છે કે જ્યારે માતાપિતા માટે તેમનું બાળક કોઈ મોટી મુશ્કેલીમાં હોય ત્યારે તે ખૂબ જ પીડાદાયક સમય હોય છે. હંસલ મહેતાએ વધુમાં કહ્યું છે કે આ સમય વધુ મુશ્કેલ લાગે છે જ્યારે લોકો કાનુન ર્નિણય લે તે પહેલા જ પોતાનો ર્નિણય લે છે. તેણે કહ્યું કે હું શાહરુખ ખાન સાથે છું.

આ સેલિબ્રિટીઝના ટ્‌વીટ પહેલા સલમાન ખાન અને તેની બહેન અલવીરા આર્યનની ધરપકડ બાદ તરત શાહરૂખ ખાનને મળ્યા હતા. સંજય કપૂરની પટ્ટી મહિપ અને સોહેલ ખાનની પત્ની સીમા પણ શાહરૂખના પરિવારને મળ્યા હતા.આર્યનની ૨ ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

આર્યન ખાનની રવિવારે રાત્રે એનસીબી દ્વારા મુંબઈ કિનારે ક્રુઝ શિપ પર રેવ પાર્ટીથી ધરપકડ કરવામાં આવી હતી. આ પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવી રહ્યું હતું. આ ક્રૂઝમાંથી આર્યન સિવાય ૬ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈની કોર્ટે સોમવારે આર્યન અને અન્ય આરોપીઓને ૭ ઓક્ટોબર સુધી એનસીબી કસ્ટડીમાં મોકલી દીધા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.