રિતિકને આગામી ફિલ્મ માટે ૪૮ કરોડની મળેલી જંગી ફી

મુંબઇ 08062019 : રિતિક રોશન ફરી એકવાર નવી ફિલ્મમાં નજરે પડનાર છે. આશરે બે વર્ષના લાંબા ગાળા બાદ રિતિક રોશનની ફિલ્મ સુપર ૩૦ રજૂ થવા લઇ રહી છે. આ ફિલ્મ ૧૨મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ પણ કામ કરનાર છે. સુપર ૩૦ બાદ તે હવે ટાઇગર શ્રોફ સાથેની ફિલ્મને લઇને શુટિંગમાં વ્યસ્ત થઇ રહ્યો છે. ફિલ્મનુ નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરવા જઇ રહ્યા છે. આ એક જોરદાર એક્શન ફિલ્મ છે. જેનો ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા છે.
પિંકવિલાના એક રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો રિતિક રોશનને આ ફિલ્મમાં કામ કરવા માટે ભારે રકમની ઓફર કરવામાં આવી છે. ફિલ્મમાં કામ કરવા માટે રિતિક રોશનને ૪૮ કરોડની રકમ ચુકવી દેવામાં આવી છે. રિતિક છેલ્લા કેટલાક સમયથી કોઇ મોટી ફિલ્મ આપી શક્યો નથી પરંતુ તેની સ્ટારડમ અકદમ છે. એમ પણ માનવામા આવે છે કે આજકાલ મોટા ભાગના સુપરસ્ટાર ફિલ્મમાં પ્રોફિટમાં ટકાવારી લેતા હોય છે પરંતુ રિતિક રોશન આમાં માનતો નથી. તે હજુ પણ જંગી ફી લેનાનુ પસંદ કરે છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે માત્ર રિતિક રોશન જ નહીં બલ્કે ટાઇગરને પણ તેના સમકક્ષની તુલનામાં જંગી રક આ ફિલ્મ માટે આપવામાંઆવી રહી છે. એમ કહેવામાં આવે છે કે રિતિકની ફિલ્મોની ઓપનિંગ જારદાર રહે છે. સાથે સાથે તેની ફિલ્મોના સેટેલાઇટ્સ રાઇટ્સ અને ડિજિટલ રાઇટ્સ પણ ખુબ ઉંચી કિંમતે વેચવામાં આવે છે.
જેથી ફિલ્મના નિર્માતા નિર્દેશકો પણ રિતિક રોશનને જંગી ફીની ચુકવણીને લઇને પરેશાન રહેતા નવથી. આ ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. પરંતુ ફિલ્મમાં અભિનેત્રી તરીકે વાણી કપુર છે. ફિલ્મને ગાંધી જંયતિના પ્રસંગે એટલે કે બીજી ઓક્ટોબરના દિવસે ફિલ્મને રજૂ કરવામાં આવનાર છે. રિતિક રોશન ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. રિતિક રોશન પાસે હાલમાં અનેક ફિલ્મો હાથમાં છે. જે પૈકી ટુંક સમયમાં તેની સુપર ૩૦ રજૂ કરવામાં આવનાર છે.
ત્યારબાદ તે કેટલાક અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત રહેશે. રિતિક રોશન પોતાના પિતા રાકેશ રોશનની ફિલ્મમાં પણ કામ કરનાર છે. રિતિક રોશન ખુબ ઓછી ફિલ્મમાં કામ કરે છે પરંતુ તેની માંગ બોલિવુડમાં અકબંધ રહી છે. તે બોલિવુડમાં સૌથી શાનદાર ડાન્સર અને દેખાવડા સ્ટાર તરીકે છે. તેને બોલિવુડના હોલિવુડ સ્ટાર તરીકે ગણવામાં આવે છે. વાણી કપુર પણ રિતિક રોશન સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. ટાઇગર પહેલાથી જ રિતિક રોશનને જ પોતાના આદર્શ તરીકે ગણે છે. રિતિક રોશન તમામ ત્રણેય ખાન જેવી જ લોકપ્રિયતા ધરાવે છે. રિતિક રોશનને મળેલી ફીની ચર્ચા બોલિવુડમાં ચર્ચાનો વિષય છે.