રિતિક અને અનુષ્કા શર્મા હવે પ્રથમ વખત એક સાથે દેખાશે
મુબંઇ, મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ સત્તે પે સત્તાની રીમેક બનાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. હકીકતમાં ફરાહ ખાન અને રોહિત શેટ્ટીની યોજના તૈયાર કરવામાં આવી છે. આ બંને ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. બંને સાથે મળીને ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે. ફિલ્મમાં રિતિક રોશનને મુખ્ય સ્ટાર તરીકે લેવામાં આવનાર છે. ફિલ્મના કલાકારો અંગે કોઇ બાબત નક્કી કરવામાં આવી નથી.
જો કે ફિલ્મમાં લીડ રોલ માટે કેટલાક સ્ટાર સાથે વાતચીત થઇ ચુકી છે. હવે ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી માટે અનુષ્કા શર્મા સાથે વાતચીત થઇ રહી છે. જા કે હજુ સુધી અનુષ્કા શર્માએ હજુ સુધી તૈયારી બતાવી નથી. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીને લઇને પહેલા કેટરીના કેફ, દિપિકા સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. અમિતાભ બચ્ચનવાળા લીડ રોલ માટે શાહરૂખ ખાન, અક્ષય કુમાર, રિતિક રોશનના નામ પર ચર્ચા ચાલી રહી છે. જો કે હાલમાં રિતિક રોશને ઇન્ટરવ્યુમાં કહ્યુહતુ કે અમિતાભ બચ્ચનના મોટા ચાહક તરીકે તે છે.
જો તેને આ રોલ મળશે તો તે કરવા માટે તૈયાર છે. અનુષ્કાની વાત કરવામાં આવે તો અનુષ્કા શર્મા છેલ્લે આનંદ રાયની ફિલ્મ જીરોમાં નજરે પડી હતી. જેમાં કેટરીના કેફ અને શાહરૂખ ખાનની ભૂમિકા રહેલી છે. અભિનેત્રી અનુશ્કા શર્મા હાલમાં પોતાના પતિ વિરાટ કોહલી સાથે ક્વાલિટી ટાઇમ વિતાવી રહી છે. વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ અનુષ્કા શર્મા ખુબ ઓછી ફિલ્મમાં કામ કરી રહી છે. અનુષ્કા બોલિવુડમાં અનેક મોટી ફિલ્મમાં કામ કરી ચુકી છે. જેમાં પીકે, જબ તક હે જાનનો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મો મોટા બજેટની ફિલ્મો રહેલી છે.