રિતિક અને સુઝેન બાળકો માટે એકબીજાની નજીક છે
મુંબઇ, સુપરસ્ટાર રિતિક રોશન અને તેની પૂર્વ પÂત્ન સુઝેન ભલે એકબીજાથી અલગ થઇ ગયા છે પરંતુ બંને સાથે વારંવાર નજરે પડતા રહે છે. બાળકોને બંને હમેંશા પૂરતી પ્રાથમિકતા આપે છે. બાળકોની કાળજી લેવામાં તેમની સરખામણી કોઇ કરી શકે તેમ નથી. બંને બાળકોની તમામ નાની નાની બાબતોને ધ્યાનમાં લેતા રહે છે. જેથી તેમની સાથે હાજરી વારંવાર જાવા મળે છે. બાળકો સાથે વારંવાર વેકેશન ગાળતા પણ નજરે પડે છે. આ વખતે પણ હાલમાં બંને સાથે દેખાયા હતા. એમ પણ જાણવા મળ્યુ છે કે બંને સાથે પણ આવી શકે છે. વોર ફિલ્મની રેકોર્ડ સફળતા બાદ રિતિક રોશન હાલમાં ચારેબાજુ છવાયેલો છે. ફ્રેન્ડ તરીકે રિતિક અને સુઝેન હવે નજરે પડી રહ્યા છે.
૧૦મી જાન્યુઆરીના દિવસે તેના જન્મ દિવસની પાર્ટીમાં તેની સાથે રહ્યા બાદ સુઝેને કેટલાક ફોટો પણ બન્નેના જારી કર્યા હતા. તેમના બાળકો સાથે બન્ને હાલમાં દુબઇમાં પણ મજા માણતા નજરે પડ્યા હતા. હવે ફરી સાથે આવી રહ્યા છે. રિતિક રોશન અને અક્ષય કુમારની મિત્રતા હવે વધી રહી છે. રિતિક રોશન અને અક્ષય કુમાર વચ્ચે ખુબ સારી મિત્રતા રહેલી છે. બંને વારંવાર મળતા રહે છે. થોડાક સમય પહેલા રિતિક રોશન તેના પડોશી અક્ષય કુમારના આવાસ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ ફાઇવ સ્ટારમાં પહોંચ્યા હતા.
આ વખતે અક્ષય કુમાર, ટ્વિન્કલ ખન્ના, ટ્વીન્કલ ખન્નાની નજીકની ફ્રેન્ડ ગાયત્રી ઓબેરોય અને વિકાસ પણ રહ્યા હતા. ત્રણેય દપંત્તિએ આશરે ચાર કલાક સુધી સાથે સમય ગાળ્યો હતો. પુલની નજીક ફોટો પડાવ્યા હતા. સાથે સાથે જ્યુસની મજા પણ માણવામાં આવી હતી. સાથે સાથે અક્ષયકુમાર અને રિતિક રોશનને આવરીને એક ફિલ્મ બનાવવા માટે હિલચાલ પણ ચાલી રહી હોવાના હેવાલ મળ્યા છે.