રિતિક રોશન વોર ફિલ્મની સફળતા બાદ સતત વ્યસ્ત
મુંબઇ, બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક રિતિક રોશન વોર ફિલ્મની રેકોર્ડ સફળતા બાદ અનેક મોટી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં હોમ પ્રોડક્શનની ફિલ્મ ક્રિશ સિરિઝની ફિલ્મનો સમાવેશ થાય છે. જેમાં અભિનેત્રીને લઇને હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. રિતિક હાલમાં કેટલીક નવી ફિલ્મો પર કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ વિતેલા વર્ષોના અભિનેતા અને રિતિક રોશનના પિતા રાકેશ રોશને હવે તેમની સફળ ફ્રેન્ચાઇઝ ક્રિશની આગામી ફિલ્મ પર કામગીરી શરૂ કરી દીધી છે. આ ફિલ્મ પર પ્રાથમિક કામ શરૂ કરવામાં આવ્યુ છે. પોતાના પિતાની ફિલ્મમાં કામ કરવા માટે રિતિક રોશન વર્ષ ૨૦૧૯ના અંત સુધી ફ્રી થઇ જાય તેવી શક્યતા છે.
ત્યારબાદ આ મહત્વકાંક્ષી ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવનાર છે. રિતિકની છેલ્લી ફિલ્મ વોર રજૂ કરવામાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે ટાઇગર શ્રોફ અને વાણી કપુરની ભૂમિકા હતી.હાલમાં તે કેટલાક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ધરાવે છે. વોર પહેલા રિતિક સુપર ૩૦માં નજરે પડ્યો હતો. આ ફિલ્મ મેથેમેટેશિયન આનંદ કુમારની લાઇફ પર આધારિત હતી. હાલમા તે ટાઇગર શ્રોફ અને વાણી કપુરની સાથે વોર ફિલ્મમાં દેખાયો હતો. ક્રિશના નવા ઇન્સ્ટોલમેન્ટને લઇને તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. વોર ફિલ્મને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળ્યા બાદ તે ચારેબાજુ ટોપ પર છે.કરણ જાહરની એક ફિલ્મમાં પણ કામ કરવા જઇ રહ્યો છે. ઉપરાત સંજય લીલાની એક ફિલ્મમાં પણ દેખાશે.