રિતિક રોશન સાથે ફરી કરણ જોહર કામ કરવા માટે ઇચ્છુક
મુંબઇ, લોકપ્રિય ફિલ્મ નિર્માતા કરણ જોહરના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલાક પસંદગીના મિત્રો છે. જેમાં ટોપ સ્ટાર સામેલ છે. હવે એવા અહેવાલ મળ્યા છે કે પોતાના નજીકના મિત્રો પૈકી એક રિતિક રોશન સાથે કરણ જોહર ફિલ્મ બનાવવા માટે ઇચ્છુક છે. બન્ને સાથે કામ કરવા વિચારી રહ્યા છે. હાલના દિવસોમાં કરણ જોહર અને રિતિક રોશન પોત પોતાના પ્રોજેક્ટને લઇને વ્યસ્ત છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો કહી શકાય છે કે બન્ને સાથે કામ કરવા જઇ રહ્યા છે.
કરણ જોહરે અગાઉ રિતિક રોશનને લઇને યાદગાર ફિલ્મો બનાવી હતી. જેમાં અગ્નિપથ અને કભી ખુશી કભી ગમનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે કરણ જોહર બોલિવુડમાં કેટલાક કલાકારોને લોંચ કરી ચુક્યા છે. જેમાં વરૂણ ધવન, સિદ્ધાર્થ મલહોત્રા અને આલિયા ભટ્ટનો સમાવેશ થાય છે. હવે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સારી ઓળખ બનાવી ચુકેલા અભિનેતા સાથે પણ કામ કરવા માટે ઇચ્છુક છે. રિતિક રોશન પણ આમાં સામેલ છે.
કરણ જોહર હાલમાં જુદા જુદા ભાગોમાં ફિલ્મને લઇને લઇને નવા સ્ટારની પણ શોધ કરી રહ્યા છે. રિતિક રોશન બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક છે. તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થાય છે. અગ્નિપથ અને કભી ખુશી કભી ગમ બોક્સ ઓફિસ પર રિકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.
કરણ જોહર મલ્ટી સ્ટારર ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. તેમની ફિલ્મ મનોરંજનથી ભરપુર હોય છે. રણબીર કપુર અને એશની સાથે તેમની ફિલ્મ યે દિલ મુશ્કેલ હિટ સાબિત રહી હતી. જેમાં તમામ ગીતો આજે પણ ચાહકોના દિલોદિમાગ પર છે. ફિલ્માં અનુષ્કા શર્માએપણ શાનદાર ભૂમિકા અદા કરી હતી.