Western Times News

Gujarati News

રિતિક રોશન KGF ૩માં યશને ટક્કર આપવા સજ્જ

કંતારાના પ્રોડ્યુસર હોમ્બેલ ફિલ્મ્સ આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે

હાલ તો રિતીક વાર ૨ ની તૈયારીમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે કિઆરા અડવાણી અને જુનિયર એનટીઆર પણ છે

મુંબઈ,રિતિક રોશનને સાઉથના સુપર સ્ટાર્સ સાથે કોલબરેશન ફાવી ગયું છે. પહેલાં ‘વાર’ અને ‘વાર ૨’માં જુનિયર એનટીઆર સાથે કામ કર્યું અને હવે તે કેજીએફ ળેન્ચાઇઝી અને કંતારાના પ્રોડ્યુસર હોમ્બેલ ફિલ્મ્સ સાથે હાથ મિલાવ્યા હોવાની ચર્ચા છે. આ પ્રોડક્શન હાઉસ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું, તેમની આગામી ફિલ્મ “કપચી, ભવ્યતા અને કિર્તી”ની કહાણી છે, જે વધુ ધારદાર અને કાલ્પનિક હશે.તેમણે પોતાના પ્રોડક્શન હાઉસના સોશિયલ મીડિયા પર આપેલાં નિવેદનમાં જણાવ્યું કે, લોકો તેને ગ્રીક ગોડ કહે છે. તેણે દિલો પર રાજ કર્યું છે, તેણે સીમાઓ તોડી નાખી છે અને આપણે જોઈએ છીએ કે તે ખરો ઘટનાત્મક વ્યક્તિ છે.

અમે રિતિકને હોમ્બેલ ફિલ્મ્સમાં આવકારતાં ખુશ છીએ, આ બિગ બેંગની ટૂંક સમયમાં શરૂઆત થશે.વેરીટીના આ પ્રોજેક્ટમાં કામ કરવા રિતિક પણ ઉત્સુક છે. તેણે લખ્યું, “આટલાં વર્ષાેમાં હોમ્બેલ ઘણી અલગ કહાણીઓનું ઘર રહ્યું છે. હું તેમની સાથે જોડાઈને દર્શકોને એક અનોખો સિનેમેટિક અનુભવ પુરો પાડી શકું એવી આશા છે. અમે મોટા સપના જોઈએ છીએ અને તેમની કલ્પનાને હકીકત બનાવવા સજ્જ છીએ.”જોકે, ફિલ્મની ટીમે હજુ સુધી ફિલ્મનું જોનર કે પછી નામ જાહેર કર્યું નથી, તેથી આ નિવદનો આસપાસ ચર્ચા વિચારણા શરૂ થઈ ગઈ છે.

કોઈ રોકીભાઈ અને રિતિક વચ્ચેની ટક્કરની રાહ જોઈ રહ્યું છે તો કોઈ આ પ્રકારના કોલબરેશનને ભારતીય સિનેમાનું ભવિષ્ય માની રહ્યા છે. આ રીતે ભારતીય સિનેમાની ખરી ક્ષમતા બહાર લાવી શકાશે. કલામાં ઉત્તર અને દક્ષિણ બંનેના છેડાં ભેગા કરવાની જરૂર છે.હાલ તો રિતીક વાર ૨ની તૈયારીમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે કિઆરા અડવાણી અને જુનિયર એનટીઆર પણ છે, આ ફિલ્મ ૧૪ ઓગસ્ટે રિલીઝ થવાની છે. સાથે હોમ્બેલ કંતારા- ચેપ્ટર ૧ની પણ તૈયારી કરી રહ્યું છે, જે ૨૦૨૨ની કંતારાની પ્રીક્વલ હશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.