રિતિક-સબાની મુલાકાત એક કૉમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી
મુંબઇ, જ્યારથી બોલિવૂડ એક્ટર રિતિક રોશન, એક્ટ્રેસ સબા આઝાદ સાથે જાેવા મળ્યો છે ત્યારથી દરેક લોકો એક્ટ્રેસ સબા આઝાદ કોણ છે તેના વિશે જાણવા માગે છે.
કારણકે, હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં એક્ટર રિતિક રોશન અને એક્ટ્રેસ સબા આઝાદ એકસાથે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જાેવા મળ્યા હતા. એક રિપોર્ટ મુજબ એવું જાણવા મળ્યું છે કે, રિતિક રોશન અને સબા આઝાદની મુલાકાત એક કૉમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી.
એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, રિતિક રોશન અને સબા આઝાદની મુલાકાત એક કૉમન ફ્રેન્ડ થકી થઈ હતી કે જે ઈન્ડિયન મ્યુઝિક સાથે જાેડાયેલ છે. પહેલી મુલાકાત પછી રિતિક રોશન અને સબા આઝાદ સંપર્કમાં છે. હાલમાં જ તેઓ ડિનર માટે મળ્યા હતા અને અપકમિંગ વર્ક વિશે વાત કરતા જાેવા મળ્યા હતા. અહીં નોંધનીય છે કે એક્ટ્રેસ સબા આઝાદની ઉંમર ૩૨ વર્ષ જ્યારે રિતિક રોશનની ઉંમર ૪૮ વર્ષ છે. અહીં નોંધનીય છે કે એક્ટ્રેસ સબા આઝાદે વર્ષ ૨૦૦૮માં આવેલી બોલિવૂડ ફિલ્મ દિલ કબડ્ડીથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું.
ત્યારબાદ તે અન્ય બોલિવૂડ ફિલ્મ મુજસે ફ્રેન્ડશિપ કરોગેમાં જાેવા મળી હતી. એવી વાતો પણ વહેતી થઈ હતી કે એક્ટ્રેસ સબા આઝાદ અગાઉ નસીરુદ્દીન શાહના દીકરા ઈમાદ શાહની સાથે રિલેશનશિપમાં હતી. સબા આઝાદ એક્ટ્રેસ સિવાય સંગીતકાર અને સિંગર છે.
તે ઘણી ટીવી એડવર્ટાઈઝમેન્ટમાં પણ જાેવા મળી ચૂકી છે. સબા આઝાદને ફોન કર્યો હતો. જ્યારે તેને ઓળખાણ આપવામાં આવી ત્યારે સબા ખૂબ જ શાંત જણાઈ હતી.
રિતિક સાથેની ઈન્ટરનેટ પર વાયરલ થયેલી તસવીરો વિશે પૂછતાં તેણે તરત જ પોતાનું વલણ બદલી નાખ્યું હતું. તેણે ઉતાવળમાં કહ્યું હતું કે, ‘સોરી, હું કંઈક કામ કરી રહી છું. હું તને પછી ફોન કરીશ’. ઈટાઈમ્સે તેને કંઈક કહેવા માટે કહ્યું હતુંઃ શું તું અને રિતિક મિત્રો છો? પરંતુ સબા તે વાત પર અડગ રહી હતી કે, તે બાદમાં ફોન કરશે. તેણે તે રિતિક સાથે હતી એ વાતને નકારી નહોતી. ઈટાઈમ્સના પત્રકારે ૨૧ કલાક સુધી રાહ જાેયા બાદ પણ સબાનો ફોન આવ્યો નહોતો.SSS