રિતિક સાથે નિકટતાના કારણે સબા આઝાદની કરિયર ડૂબી?
ઇન્ટાગ્રામ અકાઉન્ટ પર અમુક સ્ટોરીમાં ખુલાસો કર્યાે
એક્ટ્રેસ અને સિંગર સબા આઝાદને રિતિક સાથે રિલેશનશિપમાં આવ્યા પછી કામ કરવાની ઇચ્છા નહીં હોવાનું ઘણાં લોકો માને છે
મુંબઈ,એક્ટ્રેસ અને સિંગર સબા આઝાદને રિતિક સાથે રિલેશનશિપમાં આવ્યા પછી કામ કરવાની ઇચ્છા નહીં હોવાનું ઘણાં લોકો માને છે. આ પ્રકારની માનસિકતા પર સબાએ તાજેતરમાં નારાજગી વ્યક્ત કરી હતી. સબાએ પોતાના ઇન્ટાગ્રામ અકાઉન્ટ પર અમુક સ્ટોરીમાં ખુલાસો કર્યાે હતો કે, રિતિક જેવા સફળ પાર્ટનર સાથે જોડાયા પછી તેને કામ કરવાની જરૂર નથી એવું ધારી લેતાં લોકોને કારણે તેને વોઈસ વરની ઘણી ઓફર ગુમાવવી પડી છે. સબાએ બે વર્ષમાં પહેલી વખત રેકો‹ડગ માઇક પાછળ ઊભા રહીને તસવીરો શેર કરી હતી અને તેની એક વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકેની અકારણ લાંબી રજા પાછળના તેના કારણો સ્ટોરીમાં શેર કર્યા હતા.
કેટલીક લોકપ્રિય જાહેર ખબરો, જેમાં તેણે અવાજ આપ્યો છે, તે પણ તેણે શેર કરી હતી. તેણે લખ્યું, “મેં ક્યારેય કોઈને કહ્યું નથી કે હું કામ છોડું છું, મને રસ નથી, મેં ક્યારેય મારી ફીમાં ફેરફાર કર્યા નથી, મારા પક્ષે તો કશું જ બદલાયું નથી તો બદલાયું શું?” પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ રાખવાની જરૂરિયાત પર ભાર મૂકતા સબાએ આગળ લખ્યું, “મને બિલકુલ અંદાજ જ નહોતો, હું મુંબઈમાં જેની સાથે નિયમિત કામ કરતી હતી એવા એક ડિરેક્ટરને ગયા મહિને મળી અને હું તેને સીધો જ પ્રશ્ન કરતાં મારી જાતને અટકાવી શકી નહીં – “હે..મને પ્રશ્ન છે કે તમે લોકો હવે મને વોઈસ ઓવર માટે બોલાવતા કેમ નથી? શું થયું છે? અને તેણે જે જવાબ આપ્યો તેનાથી હું આઘાત પામી ગઈ, એ ઘડી સુધી મને કંઈ જ ખબર નહોતી.
એણે કહ્યું – ઓહ. અમને લાગ્યું કે તારે હવે વોઇસ ઓવર જેવા કામ નહીં કરવા હોય….”તમે કલ્પના કરી શકો છો કે તેનો શું અર્થ હશે.” સબાએ આગળ લખ્યું હતું, “મારા માટે એ કહેવું મહત્વનું છે કે આ માણસ જોરદાર છે, એ ઇન્ડસ્ટ્રીના બેસ્ટ ડિરેક્ટરમાંના એક છે, અતિ આધુનિક વિચારસરણી વાળો અને મજાનો માણસ, જેની સાથે મને કામ કરવું ગમે છે એવો માણસ, તેના જેવા માણસ પાસેથી મને આવી અપેક્ષા બિલકુલ નહોતી – ટૂંકમાં એને લાગ્યું કે હું લાઇફમાં અત્યારે જ્યાં છું – જેની સાથે છું – મને વોઈસ ઓવર જેવા કામ કરવામાં રસ નહીં હોય.”
તેણે લોકોની આવી રૂઢિગત માનસિકતાને ધમકાવી નાંખતાં કહ્યું, “શું આપણે ખરેખર હજુ એવા અંધકારયુગમાં જીવીએ છીએ જ્યાં લોકો એવું ધારી લે કે એક ત્રી કોઈ સફલ વ્યક્તિ સાથે સંબંધ ધરાવતી હોય તો એને પોતાના ઘરમાં ભોજનની જરૂર નહીં પડતી હોય?? કે તેના બિલ નહીં ચૂકવવા પડતાં હોય? કે પોતાના કામનું ગૌરવ અનુભવે, કે પોતાની અને પોતાના પરિવારની સંભાળ લે?? આ કેવા પ્રકારની જૂનવાણી ધારણાઓ છે??” તેણે આગળ લખ્યું, “તો, હું જેને બહુ પ્રેમ કરતી હતી અને જેની પ્રશંસા કરતી હતી એવી આખી કારકિર્દી મેં ગુમાવી કારણ કે લોકોએ હવે એવું ધારી લીધું કે મારે હવે કામની જરૂર નથી?? આ ખરેખર પિતૃસત્તાક અને જૂનવાણી વિચારસરણીનું એક દુઃખદ પાસું છે.” ss1