રિતીક રોશન વધુ એક એક્શન ફિલ્મ કરશે
મુંબઈ, રિતીક રોશને ગયા વર્ષે સુપર ૩૦ અને વોર જેવી સુપરહિટ ફિલ્મો કરી હતી. આ બે ફિલ્મોએ ખૂબ ધમાલ મચાવી હતી અને કમાણી પણ એટલી જ કરી હતી. રિતીક રોશન હવે કૃષ-૪ની તૈયારીમાં પણ છે. આ સિવાયના બીજા પ્રોજેક્ટ પણ તેના હાથમાં છે. અગાઉ રિતીકે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ વોર અને એ પહેલા બેંગ બેંગ કરી હતી. હવે તે ફરીથી તેની સાથે એક એક્શન ફિલ્મ કરવાનો છે. આ ફિલ્મ પણ વોરની જેમ જ એક્શન થ્રિલર ફિલ્મ હશે.
ફિલ્મનું શૂટીંગ મોટા સ્તર પર થશે. એ પહેલાં કદાચ સિદ્ધાર્થ સાથેની ફિલ્મનું કામ રિતીક શરૂ કરી શકે છે. જાે બધુ બરાબર ચાલશે તો વધુ એક વખત સ્ટાઈલિશ એક્શન જાેવા મળશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિદ્ધાર્થ આનંદે પોતાની એક ફિલ્મ માટે શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણને પણ સાઈન કર્યા છે. આ ફિલ્મનું કામ પહેલા શરૂ થશે. ત્યારબાદ તે રિતીકને લઈને શૂટીંગ શરૂ કરશે. સિદ્ધાર્થ આનંદ પહેલાં રિતીકની ફિલ્મ હાથ પર લેવાના હતા. પરંતુ રાજકુમાર હિરાનીની ફિલ્મ આગળ વધી જતાં અને શાહરૂખની તારીખો મળી જતાં પહેલાં તેનું કામ શરૂ થશે.