રિતેશ દેશમુખ-જેનેલિયાએ મિત્રો સાથે મળીને પાર્ટી કરી

મુંબઈ: રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝાએ પોતાનો વીકેન્ડ જબરજસ્ત રીતે મનાવ્યો અને તેની મજેદાર ઝલક ફેન્સને પણ બતાવી છે. બંનેએ ઈન્ડસ્ટ્રીના પોતાના મિત્રો સાથે ધમાકેદાર પાર્ટી કરી છે જેમાં આશિષ ચૌધરી, શમિતા બંગારગી, કુમ કુમ ભાગ્ય સ્ટાર શબ્બીર અહલૂવાલિયા અને તેની પત્ની કાંચી કૌલ પણ સામેલ હતા.
રિતેશ અને જેનેલિયાએ પોતાની આ વીકેન્ડ પાર્ટીનો એક મજેદાર વીડિયો શેર કર્યો છે, જેમાં આ તમામ ૬ લોકો મળીને ડાંસ કરતા દેખાઈ રહ્યા છે. આ તમામ મરાઠી હિટ ફિલ્મ સૈરાટના ફેમસ સોન્ગ ઝિંગાટ પર ડાંસ કરીને ધમાલ મચાવી રહ્યા છે.
શનિવારે રાત્રે થયેલી આ પાર્ટીના વીડિયોની શરૂઆત જેનેલિયા, કાંચી અને શમિતાથી થાય છે, જેમાં આ ત્રણેય ખૂબ જ ઉત્સાહથી ડાંસ કરી રહી છે. આ બાદ એન્ટ્રી થાય છે રિતેશ દેશમુખ, શબ્બીર અહલૂવાલિયાની. આ બાદ તમામ લોકો ખૂબ ધમાલ મચાવે છે અને ડાંસ કરતા કરતા અમુક લોકો જમીન પર પડી જાય છે. રિતેશે આ પાર્ટીનો વધુ એક મજેદાર વીડિયો શેર કર્યો છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રિતેશ દેશમુખની છેલ્લી ફિલ્મ બાગી ૩ હતી જે પાછલા વર્ષે રિલીઝ થઈ હતી. હાલમાં પણ તેની પાસે ઘણી ફિલ્મો છે. જેમાં બચ્ચન પાંડે, હાઉસફુલ ૫ અને છત્રપતિ શિવાજી’ સામેલ છે.