રિદ્ધિમા કપૂરે પહેરી પિતા ઋષિ કપૂરની વાૅચ, શેર કરી તસવીર
મુંબઈ, બોલિવુડના દિગ્ગજ એભિનેતા ઋષિ કપૂરના નિધનને ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આજે પણ તેમની યાદો પરિવાર અને ફેન્સ વચ્ચે છે. પરિવારના અને નજીકના લોકો તેમની સાથે જાેડાયેલી બાબતો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. રિદ્ધામા કપૂરે પોતાના ઈન્ટા સ્ટોરી પર હાથમાં એક વાૅચ પહેરેલો ફોટોગ્રાફ શેર કર્યો છે. જણાવી દઈએ કે રિદ્ધિમા કપૂરે પોતાના પિતા ઋષિ કપૂરની લગ્ઝરી રિસ્ટ વાૅચને પહેરી છે.
સાથે તેમણે લખ્યું છે ‘મેરે ડેડ હંમેશા મેરે સાથ હૈ’ રિદ્ધિમા કપૂર હાલ પોતાની માતા નીતૂ કપૂર અને ભાઈ રણબીર કપૂર સાથે મુંબઈમાં છે. તે પોતાના પિતા ઋષિ કપૂરના નિધન બાદ પોતાની દીકરી સમારા સાથે દિલ્હીથી મુંબઈ પહોંચી હતી. ૨૦૧૮માં ઋષિ કપૂરને કેન્સર હોવાનું સામે આવ્યું ત્યાર બાદ પત્ની નિતૂ કપૂર સાથે તેમની ન્યૂયોર્કમાં સારવાર કરવામાં આવી. એક વર્ષની સારવાર બાદ તેઓ ૨૦૧૯માં ભારત પરત આવ્યા અને ગત ૨૯ એપ્રિલના રોજ તેમની તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને બીજા દિવસે ૩૦ એપ્રિલે તેમનું નિધન થઈ ગયું હતું.