રિધ્ધિમાનના પુત્રની બર્થ ડે પાર્ટીમાં વિરુષ્કા હાજર રહ્યા
મુંબઈ: પાવર કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ હાલમાં ક્રિકેટર રિદ્ધિમાન સાહાના દીકરા અન્વયની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી હતી. રિદ્ધિમાનનો દીકરો શનિવારે એક વર્ષનો થતાં બધાએ સાથે મળીને સેલિબ્રેશન કર્યું હતું. બર્થ ડે પાર્ટી દરમિયાનની એક તસવીર સામે આવી છે. જેમાં કપલ વ્હાઈટ કલરના ટિ્વનિંગ કરતું જાેવા મળી રહ્યું છે. આ તસવીર રિદ્ધિમાને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી અને ફેન્સને તે ખૂબ પસંદ આવી રહી છે.
તસવીરમાં, વિરાટ કોહલી બ્લેક ડેનિમની સાથે વ્હાઈટ ટી-શર્ટ અને સ્નીકર્સમાં જાેવા મળી રહ્યો છે. જ્યારે અનુષ્કાએ વ્હાઈટ ટોપ, ડેનિમ અને વ્હાઈટ સ્નીકર્સ પહેર્યા છે. બંને વચ્ચે કોઈ ફની વાતચીત થઈ હશે તેમ લાગી રહ્યું છે કારણ કે અનુષ્કા ખડખડાટ હસતી જાેવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, મેચના કારણે કપલ અમદાવાદમાં છે. આ વર્ષની શરુઆતમાં એટલે કે ૧૧મી જાન્યુઆરીએ વિરાટ અને અનુષ્કાને ત્યાં દીકરી વામિકાનો જન્મ થયો હકતો. અનુષ્કાએ સોશિયલ મીડિયા પર સુંદર ફેમિલી તસવીર શેર કરી હતી
દીકરીના નામનો ખુલાસો કર્યો હતો. તેની પોસ્ટમાં લખ્યું હતું કે, અમે અમારું જીવન પ્રેમ, હાજરી અને કૃતજ્ઞતા સાથે જીવ્યા છીએ પરંતુ આ નાનકડી વામિકા? એ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ આ લાગણીઓ અમે ઘણીવાર માત્ર મિનિટોમાં જ અનુભવી લઈએ છીએ. ઊંઘ હવે ગાયબ થઈ છે? પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે? તમારી સૌની પ્રાર્થનાઓ, શુભેચ્છાઓ અને સારી ઊર્જા માટે આભાર?
અનુષ્કા અને વિરાટે દીકરીના જન્મ બાદ ફોટોગ્રાફર્સને વિનંતી કરી હતી કે તેઓ તેમની પુત્રીની તસવીરો ક્લિક ના કરે. સાથે જ તેમની પ્રાઈવસીનું સન્માન કરવાની વાત કરી હતી. ડિલિવરી પછી અનુષ્કા શર્મા એકદમ ફિટ લાગી રહી છે. દીકરીના જન્મ બાદ તેણે પોતાની એક તસવીર શેર કરી હતી, જેમાં પોતાની ફેવરિટ એક્સેસરી વિશે જણાવ્યું હતું. મિરર સેલ્ફી શેર કરીને અનુષ્કાએ લખ્યું હતું કે, ‘હાલની ફેવરિટ એક્સેસરી છે બર્પ ક્લોથ. મતલબ કે દીકરીને દૂધ પીવડાવ્યા પછી તેનું મોં લૂંછવા માટે વપરાતું કપડું અનુષ્કા શર્માનું મનપસંદ બની ગયું છે.