Western Times News

Gujarati News

રિનીએ પાની પાની ગીતની સફળતાની ઉજવણી કરી

મુંબઈ, બોલિવૂડના પ્રખ્યાત રેપર બાદશાહના સૌથી સુપરહિટ ગીત પાની પાનીના ભોજપુરી વર્ઝનમાં ખેસારી લાલ યાદવ માટે ગાયું ગાયિકા રિની ચંદ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. રિની પોતાની દરેક ક્ષણને ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેને પણ રીલ્સનો શોખ છે અને તે તેને શેર પણ કરતી રહે છે.

દરેક સ્ટારની જેમ, રિનીએ પણ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે પાની પાની ગીતની સફળતાની ઉજવણી કરી. સિંગરે કહ્યું કે ‘આ ગીતના રેકોર્ડિંગથી લઈને લોન્ચ પાર્ટી સુધી બધું જ અદ્ભુત હતું. પછી જ્યારે ગીત રીલિઝ થયું ત્યારે મેં વિચાર્યું હતું તેના કરતાં વધુ મળ્યું. રિનીએ એમ પણ કહ્યું કે, મેં આ પહેલા રાજસ્થાની અને પંજાબી ગાયું છે, પરંતુ મને યુપી-બિહારના લોકો તરફથી જે પ્રેમ મળ્યો તે ઘણો અલગ હતો.

આ પછી ગાયિકા રીનીએ ગીતના ભોજપુરી વર્ઝનની ઓફર પર તેની પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાની પાની પહેલાથી જ ઘણુ હિટ હતુ. પરંતુ, જ્યારે મને ખબર પડી કે, આ ગીતમાં મારો અવાજ જરૂરી છે, ત્યારે મારી પ્રથમ પ્રતિક્રિયા હતી – વાવ. તેણે કહ્યું કે, આ ગીત પહેલાથી જ ખૂબ વાયરલ થયું હતું.

મેં આ ગીતની રીલ્સ પણ બનાવી હતી, પરંતુ જ્યારે મને તેને રીક્રિએટ કરવાનો મોકો મળ્યો ત્યારે મેં ખૂબ જ એન્જાેય કર્યું. સૌથી મોટી વાત એ હતી કે, આ ગીતમાં મને મોટા લોકો સાથે કામ કરવાનો મોકો મળ્યો. બાદશાહ પહેલીવાર ભોજપુરીમાં પોતાનો અવાજ આપી રહ્યો હતો. ખેસારીલાલ યાદવ મોટા સ્ટાર છે અને મારા ભાઈ જેવા છે.

તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. તો, અક્ષરા સિંહ સાથે કામ કરવા અંગે, રિની ચંદનાએ કહ્યું કે, ‘બિગ બોસથી અત્યાર સુધી અક્ષરાએ જે રીતે તેના મજબૂત વ્યક્તિત્વને રજૂ કર્યું છે, તેના માટે મારો અવાજ આપીને હું સન્માન અનુભવું છું. ગીતની સફળતા પરના રિએક્શન વિશે રિનીએ કહ્યું કે, ‘મારી પ્રતિક્રિયા પણ સામાન્ય લોકોની જેમ જ હતી.

પરંતુ, જ્યારે ઘણા લોકોએ કહ્યું કે, મારો અવાજ મૂળ કરતાં પણ સારો છે, ત્યારે મને તે ગમ્યું. સિંગરે કહ્યું કે, જ્યારે આ ગીત મારી પાસે આવ્યું ત્યારે પણ કોઈ દબાણ નહોતું. પવન સિંહ સાથેના ખેસારીના ગીત અંગે તેણે કહ્યું કે, પાની પાનીની સફળતા બાદ ઘણા ફોન આવી રહ્યા છે. આગળ જે પણ ફાઇનલ હશે, હું તમારી સાથે શેર કરીશ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.