રિનોવેશનના અઢી વર્ષે સ્વરા ભાસ્કર ઘરમાં રહેવા ગઈ
મુંબઈ, બોલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર હાલમાં ઘણી જ ખુશ છે અને તેની ખુશીનું કારણ છે તેનું ઘર. સ્વરા ભાસ્કરે તાજેતરમાં જ તેના ‘નવા-જૂના ઘર’માં પ્રવેશ કર્યો છે. આ માટે તેણે ગૃહ પ્રવેશ પૂજા કરાવી હતી. સ્વરાએ ગત મહિને ૨.૫ વર્ષ બાદ પોતાના રિનોવેશન કરાવેલા ઘરમાં રહેવા આવી હતી. ગૃહ પ્રવેશની પૂજા સામાન્ય રીતે નવા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સુરક્ષા માટે કરવામાં આવે છે. જેમાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. સ્વરા ભાસ્કરે પોતાના ગૃહ પ્રવેશ પૂજાની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે.
સાડીમાં સજ્જ સ્વરા પૂજા કરતી જાેવા મળે છે. બ્રાહ્મણ ગૃહ પ્રવેશની વિધી કરાવતા જાેવા મળે છે. સ્વરા ભાસ્કરે તસ્વીરો સાથે કેપ્શન લખ્યું હતું કે, ભગવાને મંજૂરી આપી દીધી. બાદમાં તેણે હેશટેગ સાથે ‘ગૃહ પ્રવેશ’ લખ્યું હતું. અન્ય તસ્વીરોમાં સ્વરા એકદમ હળવા અંદાજમાં જાેવા મળે છે. જેમાં તેણે પોતાના માથા પર કળશ લીધો છે. તેના કેપ્શનમાં સ્વરાએ લખ્યું હતું કે, પવિત્રતા અનુભવી રહી છું.
સ્વરા ભાસ્કરના મિત્રોએ તેને આ માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વરા ભાસ્કરે ગત મહિને એક પોસ્ટ કરી હતી. જેમાં તે પોતાના ભાઈ ઈશાન ભાસ્કર સાથે પોતાના રિનોવેટેડ ઘરમાં જાેવા મળે છે. તેણે લખ્યું હતું કે, અઢી વર્ષ બાદ મારા નવા ‘જૂના’ ઘરમાં પાછી ફરી. ફેબ્રુઆરી ૨૦૧૯ બાદ મારા ઘરમાં પ્રથમ રાત્રિ. સ્વરા ભાસ્કરને વાંચનનો ઘણો શોખ છે. તેણે પોતાના ઘરમાં એક ખાસ બૂકશેલ્ફ પણ બનાવડાવ્યું છે.
જેમાં ઘણા પુસ્તકો જાેવા મળે છે. તેણે તેની તસ્વીર પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સ્વરા ભાસ્કર તનુ વેડ્સ મનુ, રાંઝણા, વીર દી વેડિંગ અને શીર કોરમા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હવે તે જહાં ચાર યારમાં જાેવા મળશે. સ્વરા ભાસ્કર પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના નિવેદનોને કારણે પણ સમાચારોમાં રહેતી હોય છે. સરકારની નીતિઓ અંગે પોતાનો મત રજૂ કરીને તે ઘણી વખત ટ્રોલર્સનો શિકાર પણ બની છે.SSS