રિપબ્લિક ડે પરેડમાં સામેલ થવા દિલ્હી આવેલાં લગભગ 150 સૈનિકો કોરોના પોઝિટિવ
નવી દિલ્હી, રિપબ્લિક ડે અને આર્મી ડે પરેડમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલા લગભગ 150 સૈનિકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સેફ બબલ પર મોકલતા પહેલા આ સૈનિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાં કેટલાક પોઝીટીવ મળી આવ્યા છે.
અંગ્રેજી મીડિયાનાં સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યુ છેકે, લગભગ બધા જ એસિમ્પ્ટોમેટિક છે. પોઝીટીવ મળેલા સૈનિકોને દિલ્હી કેન્ટોનમેન્ટમાં ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે. આ સૈનિકો પરીક્ષણ કરાયેલા થોડા હજાર સૈનિકોમાંના છે. આવી સ્થિતિમાં, પરેડ સુરક્ષિત રીતે યોજવા માટે જરૂરી પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યા છે.
ડિસેમ્બરમાં દર વર્ષે હજારો સૈનિકો દિલ્હી આવે છે. રિપબ્લિક ડે અને આર્મી ડે પર પરેડમાં ભાગ લે છે. કોવિડ રોગચાળો હોવા છતાં, આવતા વર્ષે 26 જાન્યુઆરીએ રાજપથ પરેડની તૈયારીઓ ચાલી રહી છે. ભારતે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસનને પ્રજાસત્તાક દિવસ 2021ની ઉજવણી માટે મુખ્ય અતિથિ તરીકે આવવા આમંત્રણ આપ્યું છે. યુકેમાં નવા કોવિડ સ્ટ્રેન હોવા છતાં તે ભારત આવી રહ્યા છે, વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે.