રિપીટર વિદ્યાર્થીની પરીક્ષા રદ્દ કરવા વાલી કોર્ટમાં જશે
અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષા જુલાઈમાં યોજવામાં આવી રહી છે. ત્યારે આ મામલે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવા વાલી મંડળ દ્વારા કોર્ટનો દરવાજાે ખખડાવવામાં આવશે. ધોરણ ૧૦ અને ૧૨ ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વાલી મંડળ દ્વારા પિટિશન દાખલ કરવામાં આવશે.
ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ધોરણ ૧૦ અને ૧૨ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા જુલાઈમાં યોજાશે. ૧૫ જુલાઈથી ૨૮ જુલાઈ દરમિયાન પરીક્ષા યોજાશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે. ત્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવા વાલી મંડળ કોર્ટના દ્વાર ખખડાવશે. ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વાલી મંડળ પિટિશન કરશે. ધોરણ ૧૦ અને ૧૨ ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષા ૧૫ જુલાઈથી ૨૮ જુલાઈ દરમિયાન લેવાનાર છે.
નિયમિત વિદ્યાર્થીઓને કોરોના મહામારીના કારણે માસ પ્રમોશન અપાયું છે. ત્યારે રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવું જાેઈએ એવી માંગણી થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા સીબીએસઈના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરાઈ છે એવામાં ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરાતા વાલી મંડળ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. આ સિવાય ચાલુ શૈક્ષણિક વર્ષે કોરોના મહામારીને કારણે ફીમાં ૫૦ ટકાની વાલીઓને રાહત આપવામાં આવે એવી માગ સાથે પણ વાલી મંડળ પીઆઈએલ કરશે.