Western Times News

Gujarati News

રિયલમીનો ટેક-લાઇફસ્ટાઇલ સેગમેન્ટમાં પ્રવેશ

રિયલમી સ્માર્ટ ટીવી, સ્માર્ટ વૉચ, બડ્‌સ એર નિયો અને ૧૦૦૦૦ એમએએચ પાવર બેન્ક ૨ ની રજૂઆત

દુનિયાની સૌથી ઝડપી વિકસિત સ્માર્ટફોન બ્રાન્ડ રિયલમી સૌથી ઝડપી અને સૌથી લોકપ્રિય ટેક-ટ્રેન્ડસેટર બ્રાન્ડ બનવાની છે. આ બ્રાન્ડે પોતાના ઉત્પાદનો – રિયલમી સ્માર્ટ ટીવી અને  રિયલમી બડ્‌સ એર નિયો અને રિયલમી ૧૦૦૦૦ એમએએચ પાવર બેન્ક ૨ ની રજૂઆત કરી છે.

રિયલમીના વાઇસ પ્રેસિડેન્ટ અને રિયલમી ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યૂટિવ શ્રી માધવ શેઠે કહ્યું, “ભારત રિયલમી માટે સર્વોચ્ચ પ્રાથમિકતાવાળું બજાર છે. ૨૦૨૦માં અમારો ઉદ્દેશ સ્માર્ટફોનની સાથે પર્સનલ, હોમ અને ટ્રાવેલના અનુભવમાં સુધારો કરનારા એઆઇઓટી ઉત્પાદનો લાન્ચ કરવાનો છે. આ યોજનામાં અમે ઉદ્યોગના સર્વશ્રેષ્ઠ મીડિયાટેક ચિપસેટ તથા ડાલ્બી આડિયો ક્વાડ સ્પીકર્સની સાથે પોતાના પહેલા સ્માર્ટ ટીવી રજૂ કર્યા છે. સાથે જ અમને સેગમેન્ટના મોટાભાગના ફંક્શનલ સ્માર્ટવાચ – રિયલમી વાચ રજૂ કરવાની પણ ખુશી છે. . અમારા નવા ઉત્પાદનો, રિયલમી સ્માર્ટ ટીવી, રિયલમી વોચ, રિયલમી બડ્‌સ નિયો અને રિયલમી ૧૦૦૦૦ એમએએચ પાવર બેન્ક ૨ ની રજૂઆત સાથે અમે ગ્રાહકોને તેમની પસંદના હાઇ-પર્ફોર્મિંગ ટેક ટેક લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ પૂરા પાડીશું.”

રિયલમી સ્માર્ટ ટીવી ૪૩ ઇંચનું મૂલ્યુ ૨૧,૯૯૯ રૂ. અને ૩૨ ઇંચનું મૂલ્ય ૧૨,૦૦૦ રૂ. છે. આ ૨ જૂન, બપોરે ૧૨ વાગ્યાથી રિયલમી.કામ અને ફ્લિપકાર્ટ પર મળવાનું શરૂ થશે. રિયલમી વાચનું મૂલ્ય ૩,૯૯૯ રૂ. છે. આ ત્રણ રંગો – રેડ, બ્લૂ અને ગ્રીનમાં વિશેષ સ્ટ્રેપ ઉપલબ્ધ છે.  આ ૫ જૂન, બપોરે, ૧૨ વાગ્યાથી રિયલમી.કામ અને ફ્લિપકાર્ટ પર મળશે.

રિયલમી બડ્‌સ એર નિયોનું મૂલ્ય રૂ. ૨,૯૯૯ છે જે પાપ વ્હાઇટ, પંક ગ્રીન, રાક રેડ કલર્સમાં ઉપલબ્ધ છે. તથા આલ-ન્યૂ  રિયલમી ૧૦૦૦૦ એમએએચ પાવર બેન્ક ૨ નું મૂલ્ય ૯૯૯ રૂ. છે. આ બંને ૨૫ મે, ૨૦૨૦ બપોરે ૩ વાગ્યાથી રિયલમી.કામ અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.

ફ્લિપકાર્ટના લાર્જ અપ્લાયન્સેસના સીનિયર ડાયરેક્ટર શ્રી હરી કુમારે કહ્યું, “આ લાન્ચ રિયલમી સાથે અમારા લાંબા સમયથી ચાલતા સંબંધનો વિસ્તાર છે, જે અમારા લાખો ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ વ્યૂઇંગ  ટેકનોલોજી ઉદ્યોગમાં પહેલા વાજબી ચૂકવણી વિકલ્પ સાથે પૂરા પાડશે.”

મીડિયાટેક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અંકુર જૈને કહ્યું, “અમને આશા છે કે અમારા હાઇ પર્ફોર્મન્સ, ઇન્ટેલિજેન્ટ ટીવી ચિપસેટ ફેમિલી દ્વારા પાવર્ડ સ્માર્ટ ટીવીની સ્ટાઇલીશ ડિઝાઇન, શાનદાર વ્યૂઇંગ ક્વૉલિટી અને અદ્વિતીય ટીવી સેવાઓ ગ્રાહકોના ટીવી જોવાના અનુભવને બદલી દેશે.

ગુડિક્સ ટેકનોલોજીના સીટીઓ ડાક્ટર બો પાઇએ કહ્યું, “ગુડિક્સના અલ્ટ્રા લો-પાવર હેલ્થ સેન્સર અલ્ટ્રા-થિન પેકેજિંગમાં વધુમાં વધુ સટીક હાર્ટ રેટ ડિટેક્શન અને એસપીઓ-૨ ફંક્શન રજૂ કરે છે. અમે સ્માર્ટ ડિવાઇસેસ અને આઇઓટી જેવા મુખ્ય ક્ષેત્રોમાં રિયલમી સાથે અમારા ઇનોવેટિવ સહયોગને મજબૂત કરવા માટે ઉત્સાહિત છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.