રિયલમી C12 તથા C15, બડ્સ ક્લાસિક તથા રિયલમી ટીશર્ટ લોન્ચ કર્યા
દુનિયામાં સૌથી ઝડપથી વિકસિત થતી સ્માર્ટફોન બ્રાન્ડ, રિયલમીએ પોતાના એન્ટ્રી લેવલ વેલ્યૂ સ્માર્ટફોન, રિયલમી સી12 તથા રિયલમી સી15 પ્રસ્તુત કર્યા છે. આમ 6000 એમએએચની મેગા બેટરી છે. રિયલમીએ રિયલમી બડ્સ ક્લાસિક તથા રિયલમી ટીશર્ટ પણ પ્રસ્તુત કરી, જેનાથી ભારતમાં લોકપ્રિય ટેક- લાઇફસ્ટાઇલ બ્રાન્ડ બનવાનું આનું સપનું વધારે મજબૂત થશે.
નવા ઉત્પાદનોના લોન્ચ પર માધવ શેઠ, વાઇસ પ્રેસિડેન્ટ, રિયલમી તથા ચીફ એકઝેકયૂટીવ ઓફિસર, રિયલમી ઇન્ડિયાએ જણાવ્યું કે, “સતત આગળ વધતાં સર્વશ્રેષ્ઠ ટેક્નોલોજી પ્રદાન કરવાની પોતાની વિરાસત સાથે અમે રિયલમી સી12 તથા રિયલમી સી15 પ્રસ્તુત કરીને ઉત્સાહિત છીએ. રિયલમી સી- સિરીઝને દુનિયાભરમાં અમારા ગ્રાહકોએ ખૂબ પસંદ કરી છે અને આ સમયે આના 15 મિલિયનથી વધુ ગ્રાહક છે.
રિયલમી સી12 તથા રિયલમી સી15 સાથે અમે સી- સિરીઝમાં એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં અનેક વિકલ્પ પ્રસ્તુત કરી રહ્યાં છીએ. આ બંને સ્માર્ટફોનમાં 6000 એમએએચની બેટરી છે તથા આ રૂ. 10000થી ઓછા મૂલ્યવર્ગમાં શાનદાર વિશેષતાઓ પ્રસ્તુત કરે છે. અમે પોતાના એઆઈઓટી તથા લાઈફસ્ટાઈલ પોર્ટફોલિયોમાં આજે રિયલમી બડ્સ ક્લાસિક અને રિયલમી ટીશર્ટનો સમાવેશ કર્યો છે, જેથી અમે અમારા ગ્રાહકોને સ્ટાઈલિશ લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ આપી શકીએ.”
રિયલમી સી12 અને રિયલમી સી15માં 6000 એમએએચની મેગા બેટરી છે, જેના દ્વારા યુઝર્સ કલાકો સુધી મોબાઈલનો સતત ઉપયોગ કરી શકે છે.
આનો સુપર પાવર સેવિંગ મોડ બેટરી લાઈફને વધારી દે છે. આમાં સ્પેશિયલ ઓટીજી રિવર્સ ચાર્જ ફીચર છે. બન્ને સ્માર્ટ ફોનમાં 6.5″ની એચડી + મીની-ડ્રોપ ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે છે, જેનો એક્સ્પેકટ અનુપાત 20:9 છે. આ કસ્ટમર્સને વિશાળ ફિલ્ડ ઓફ વ્યૂ તથા શ્રેષ્ઠ વ્યૂઇંગ અનુભવ આપે છે.
સ્ક્રીનનો મીની ડ્રોપ સામાન્ય ડયૂડ્રોપની સરખામણીમાં 30.9 ટકા નાનું છે, તેથી આમાં 88.7 ટકાનું ઉચ્ચ- સ્ક્રીન બોડી અનુપાત છે. ડિઝાઈનની બાબતમાં રિયલમીના બંને સ્માર્ટફોન્સમાં વિશેષ જ્યોમેટ્રિક ગ્રેડિયન્ટ ફિનિશ છે. મીડિયાટેક હિલીયો જી35 પ્રોસેસર સાથે રિયલમી સી12 તથા રિયલમી સી15 યુઝર્સ તથા ગેમર્સ માટે શ્રેષ્ઠ સ્માર્ટફોન છે, જે મીડ થી લઈને હેવી એપ્સ તેમજ ગેમ્સ સરળતાથી સંભાળી શકે છે. આ એન્ડ્રોઇડ 10 તેમજ કલર્સઓએસ 7 પર ચાલે છે. બંને સમાર્ટફોન્સમાં ઇન્સ્ટન્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર તેમજ ફેશિયલ રિકગ્નિશન સપોર્ટ છે. રિયલમી સી12 તથા રિયલમી સી15 બે કલર્સ- પાવર બ્લૂ તથા પાવર સિલ્વરમાં લોન્ચ કરવામાં આવી રહેલ છે.