રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની નોંધણીમાં દેશભરમાં ગુજરાત બીજા ક્રમે : રેરા ચેરમેન ડો. અમરજિતસિંહ
અમદાવાદના આઇ.સી.એ.આઇ. ભવન ખાતે ગુજરેરા હેઠળ સી.એ.ની તકો, ભૂમિકાઓ અને જવાબદારીઓ વિષય પર સેમિનાર યોજાયો
ગુજરાત રાજ્યના રેરા ઓથોરિટી ચેરમેન શ્રી અમરજિતસિંહએ (RERA chairman Amarjitsih) જણાવ્યું કે, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની (Real Estate Projects) નોંધણીમાં દેશભરમાં મહારાષ્ટ્ર પહેલા અને ગુજરાત બીજા ક્રમે છે, જે ગુજરાત માટે એક ગર્વ લેવા જેવી વાત છે.(Maharashtra first and Second gujarat in registration)
ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની અમદાવાદ શાખા ખાતે આજે ગુજરેરા હેઠળ સી.એ.ની તકો, તેમની ભૂમિકાઓ અને જવાબદારીઓ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ગુજરાત રાજ્યના રેરા ઓથોરિટીના ચેરમેન શ્રી અમરજિતસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી અમરજિતસિંહના હસ્તે રેરાના વિષય પરની બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
શ્રી અમરજિતસિંહે જણાવ્યું કે, આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ક્ષેત્રમાં પુષ્કળ પ્રમાણમાં તકો રહેલી છે. ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિમાન્ડ છે, ત્યારે દરેક સી.એ.પોતાની ભૂમિકાઓ અને જવાબદારી પ્રમાણિક અને નિષ્ઠતાથી નિભાવવી જોઇએ.
રેરાના નિયમો વિશે વાત કરતાં ચેરમેનશ્રીએ ઉમેર્યું કે, રેરા પ્રમાણે દરેક રાજ્યે પોતાની એપલેટ ટ્રીબ્યુનલ બનાવી છે, જે ગ્રાહક અને બિલ્ડર વચ્ચે થતા વિવાદનો ઝડપથી ઉકેલ લાવશે. રેરાનો હેતુ દેશભરમાં ડેવેલોપર્સ તેમજ રિયલ એસ્ટેટ એજન્ટોને આવરી લેવાનો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રેરા રજિસ્ટ્રેશન માટે રજૂ થયેલી તમામ બાંધકામ સ્કીમ્સમાં બિલ્ડર્સ અને પ્રમોટર્સે વેચાણ માટેના એપાર્ટમેન્ટની સંખ્યા, એપાર્ટમેન્ટ્સના પ્રકારો તેમજ દરેક યુનિટના કાર્પેટ એરિયા પ્લાનમાં ફરજિયાત દર્શાવવા પડશે.
આ પ્રસંગે રેરાના નિયમો અને તેની લગતી વિગતોની પણ વિગતવાર માહિતી રેરા ચેરમેનશ્રી અમરજિતસિંહે ઉપસ્થિત લોકોને આપી હતી. આ પ્રસંગે આઇ.સી.એ.આઇ.ના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બરશ્રી સી.એ. અનિકેત તલાટી, રિઝનલ કાઉન્સિલ મેમ્બરશ્રી સી.એ વિકાસ જૈન સહિત આઇ.સી.એ.આઇ.ની વિવિધ બ્રાન્ચના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.