રિયલ એસ્ટેટ માટે રાહતની જાહેરાત કરવાની તૈયારીઓ
નવી દિલ્હી : અર્થવ્યવસ્થાને મંદીમાંથી બહાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા એક પખવાડિયાની અંદર શ્રેણીબદ્ધ પગલા જાહેર કરવામાં આવ્યા છે. હવે સરકાર આ દિશામાં આગળ વધીને રિયલ એસ્ટેટ સેક્ટર માટે પણ મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં નવા પ્રાણ ફુંકવા માટે મહત્વપૂર્ણ ઘોષણા પર હાલમાં ચર્ચા ચાલી રહી છે.
સુત્રોના કહેવા મુજબ રિયલ એસ્ટેટ ઉદ્યોગના પેકેજમાં હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ માટે વધારાના નાણાં અને બેંક લોનની બાબત સામેલ છે. સરકાર કેટલીક જરૂરી જાહેરાત કરી શકે છે. આવાસ યોજનાને પૂર્ણ કરવા માટે અન્ય કેટલીક જાહેરાતો કરવામાં આવી શકે છે.
રોકાયેલી રિયલ એસ્ટેટ યોજનાઓ માટે આશરે ૮૦૦૦ કરોડની જાહેરાત કરવામાં આવી શકે છે. કારોબારીઓની માંગ પર સસ્તા આવાસની હદને વધારી દેવા માટેની પ્રક્રિયા પર વાતચીત ચાલી રહી છે. સરકાર હવે સસ્તા મકાનની હદને ૪૫ લાખ રૂપિયાથી વધારીને ૭૦ લાખ રૂપિયા કરી શકે છે.
આ ઉપરાંત હાઉસિંગ ફાયનાન્સ સાથે સંબંધિત આર્થિક સહાય યોજનાની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને ૨૩મી ઓગષ્ટના દિવસે જાહેરાત કરી હતી કે નેશનલ હાઉસિંગ બેંક એચએફસીને ૨૦૦૦૦ કરોડ રૂપિયાની વધારીની ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.
મંત્રીએ કહ્યુ હતુ કે તેઓ રિયલ એસ્ટેટ ૭ેત્ર અને રોકાયેલી યોજનાઓ માટે કેટલીક જાહેરાત કરવાની તૈયારીમાં છે. ૧૧મી ઓગષ્ટના દિવસે સીતારામનની સાથે ટોપના પ્રતિનિધીઓની બેઠક થઇ હતી. જેમાં જુદા જુદા વિષય પર રજૂઆત કરવામાં આવી હતી. નાણાં પ્રધાન સાથે અલગ રીતે પણ એક બેઠક યોજવામાં આવી હતી. ૧૦ હજાર કરોડના ફંડની માંગ કરવામાં આવી ચુકી છે.