રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે પુષ્પાની માતા
મુંબઈ, પુષ્પા ફિલ્મે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં અનેક વિદેશમાં પણ ધૂમ મચાવી છે. દર્શકોએ તેના તમામ પાત્રોને ખુબ પસંદ કર્યા છે. જેમાંથી એક પાત્ર છે પુષ્પાની માતા. ફિલ્મમાં પુષ્પાની માતાની ભૂમિકા અભિનેત્રી કલ્પલતાએ ભજવી હતી.
અભિનેત્રીને રિલ લાઈફ કરતા રિયલ લાઈફમાં જાેશો તો તમે ઓળખી નહીં શકો. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરાયેલા ફોટા જાેશો તો ઓળખી પણ નહીં શકો.
અભિનેત્રી કલ્પલતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાની ગ્લેમરસ તસવીરો અવારનવાર શેર કરતી રહે છે.
કલ્પલતા દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી છે. તેણે અનેક તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે અને હિટ ફિલ્મો પણ આપી છે. અલ્લુ અર્જૂન અને કલ્પલતાની ઉંમરમાં માત્ર ૫ વર્ષનો ફરક છે. અભિનેતા ૩૯ વર્ષનો છે જ્યારે કલ્પલતા ૪૪ વર્ષની છે.
પુષ્પા અગાઉ કલ્પલતા વધુ એક બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ કરી ચૂકી છે. તેણે પ્રભાસની બાહુબલી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. બાહુબલીમાં કલ્પલતાનો રોલ ખુબ નાનો હતો. તે આ ફિલ્મમાં ગ્રામીણોમાંથી એક બની હતી. કલ્પલતા અનુષ્કા શેટ્ટીની ફિલ્મ ભાગમતી, અને વિજય દેવરકોન્ડાની ફિલ્મ અર્જૂન રેડ્ડી જેવી હિટ ફિલ્મોમાં પણ જાેવા મળી ચૂકી છે.SSS