રિયાને આખરે જામીન મળ્યાં
સુશાંતસિહ કેસમાં એનસીબીએ ટ્રગ્સના કેસમાં સુશાંતસિહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી તેની આજે મુંબઈ હાઈકોર્ટમાં જામીન અરજી ઉપર સુનવણી થતા કોર્ટે રીયાના જામીન મંજૂર કરતા છૂટકારો થયો છે કોર્ટે પાસપોર્ટ જમાકરવા સહિતની શરતો મુકી છે
સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે ગઈ કાલે (છ ઓક્ટોબર) રિયાની જ્યુડિશિયલ કસ્ટડી 20 ઓક્ટોબર સુધી વધારી હતી. લોઅર કોર્ટમાં બેવાર અરજી નામંજૂર થયા બાદ રિયાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે રિયાની જામીન અરજી મંજૂર કરી દીધી છે. જોકે, રિયાના ભાઈની જામીન અરજી મંજૂર કરવામાં આવી નથી.
બોમ્બે હાઈકોર્ટે રિયાની જામીન અરજી મંજૂર કરી દીધી છે. રિયાએ એક લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. રિયાએ પાસપોર્ટ પણ જમા કરાવાનો રહેશે. તો રિયાએ મુંબઈ બહાર જવા માટે મંજૂરી લેવી પડશે અને જ્યારે પણ પૂછપરછ માટે બોલાવે ત્યારે હાજર રહેવું પડશે. રિયાના ભાઈ શોવિક તથા ડ્રગ પેડલર બાસિત પરિહારની જામીન અરજી કોર્ટે રિજેક્ટ કરી નાખી છે.
છેલ્લાં 30 દિવસથી જેલમાં બંધ રિયાની જ્યુડિશિયલ કસ્ટડી ગઈ કાલે, 6 ઓક્ટોબરના રોજ પૂરી થઈ હતી. NCBએ રિયાની ધરપકડ આઠ સપ્ટેમ્બરના રોજ કરી હતી. શોવિકને પણ 20 ઓક્ટોબર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો હતો