રિયા અને શૌવિકની જામીન પર આજે સુનાવણી થશે
મુંબઇ, સુશાંત સિંહ રાજપુતથી જાેડાયેલ ડ્રગ્સ કેસમાં રિયાની ધરપકડ બાદ આજે તેને એનસીબી દક્ષિણી મુંબઇ ખાતેના કાર્યાલયથી ભાયકુલા જેલ લઇ જવામાં આવી છે. રિયા ચક્રવર્તી ના વકીલ સતીશ મણેશિંદેએ કહ્યું હતું કે તેમની અને તેમના ભાઇ શૌવિકની જામીન અરજી પર ૧૦ સપ્ટેમ્બરે મુંબઇની સ્પેશલ કોર્ટમાં સુનાવણી થશે એ યાદ રહે કે આ પહેલા વધારાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં મંગળવારે રિયાની જામીન અરજી રદ કરી દેવામાં આવી હતી.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
આજે સવારે ૧૦.૧૫ મિનિટ પર અભિનેત્રીને એજન્સીના અધિકારી ભાયકુલા જેલ લઇ જવા માટે રવાના થયા એસીબીએ ગાવો કર્યો છે કે તે માદક પદાર્થ સિડેકટની સક્રિય સભ્ય હતી અને તેણે રાજપુત પોતાના બોયફ્રેન્ડ માટે માદક પદાર્થ ખરીદ્યા હતાં અદાલતે અભિનેત્રીની જામીન અરજી રદ કરી દીધી જાે કે એનસીબીએ એ પણ જણાવ્યું હતું કે તે અભિનેત્રીને પોતાની હિરાસતમાં રાખવા ઇચ્છતી નથી કારણ કે તે તેમનાથી ત્રણ દિવસ સુધી પુછપરછ કરી ચુકી છે.
ધરપકડ કરાયા બાદ તરત જ રિયાને કોવિડ ૧૯ તપાસ માટે મધ્ય મુંબઇની બીએમસી સંચાલિત સાયન હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં તેની કોવિડ ૧૯ની તપાસ રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેને દક્ષિણ મુંબઇના એજન્સીના કાર્યાલય સાંજે ૭.૧૫ મિનિટની આસપાસ લઇ જવામાં આવી હતી. અને વીડિયો કોન્ફરન્સ દ્વારા અદાલત સમક્ષ રજુ કરવામાં આવી હતી.આખી રાત કાર્યાલય ખાતે પસાર કર્યા બાદ આજે તેને જેલમાં મોકલી આપવામાં આવી છે.