રિયા અને સુશાંત એકબીજા સાથે હાલ ખુબ ખુશ
મુંબઇ, હાલના દિવસોમાં બોલિવુડમાં જેને લઇને સૌથી વધારે ચર્ચા છે તે સુશાંત રાજપુત અને રિયા ચક્રવર્તિને લઇને છે. બંનેના પ્રેમની ચર્ચા ચારેબાજુ જાવા મળી રહી છે. વેકેશનથી લઇને ડિનર અને ત્યારબાદ કેજુઅલ આઉટિંગ પર સાથે નજરે પડી રહ્યા છે. બંને ચારેબાજુ સાથે નજરે પડે છે.
જો કે બંને સંબંધને લઇને હાલમાં કોઇ વાત કરી રહ્યા નથી. હાલમાં જ બંને કેમેરામાં કેદ તઇ ગયા હતા. બંને ભારે ખુશાલ નજરે પડી રહ્યા હતા. જે જ મિડિયાની નજર પડી ત્યારે બંને શરૂઆતમાં કેમેરાને લઇને ભયભીત થઇ ગયા હતા. બંને ઝડપથી પહોંચીને પોતાની કારમાં બેસી ગયા હતા. ઇન્સ્ટાગ્રામ પર તેમના એક વિડિયો પણ શેયર કરવામાં આવ્યા છે.
જેમાં કેમેરાને જાઇને તેમના બદલાયેલા એક્સપ્રેશન સાફ રીતે જોઇ શકાય છે. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરવામાં આવે તો રિયા વર્ષ ૨૦૧૮માં આવેલી જલેબી નામની ફિલ્મમાં કામ કરનાર છે. જે ફ્લોપ સાબિત થઇ હતી. આવી જ રીતે તે વધારે કોઇ ફિલ્મમાં કામ કરી રહી નથી. જ્યારે તેની પાસે નવી ફિલ્મ તો આવી રહી છે. તેની પાસે હવે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની નવી મોટા બજેટની ફિલ્મ આવી ગઇ છે. ક્રિસ્ટલ ડિસુઝા પણ તેમાં કામ કરી રહી છે. વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર ચહેરે નામની ફિલ્મમાં રિયા શાનદાર રોલ કરવા માટે ઉત્સુક છે. બીજી બાજુ સુશાંત દિલ બેચારા નામની ફિલ્મમાં કામ કરનાર છે. જે આગામી વર્ષે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મ મારફતે સંજના સંઘી ડેબ્યુ કરનાર છે. ફિલ્મમાં સેફ અલી ખાનની પણ ચાવીરૂપ ભૂમિકા જોવા મળી શકે છે.