રિયા ચક્રવર્તીએ હવે ડ્રગ્સ લીધું હોવાની કબૂલાત કરી
મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સ ચેટ મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો તપાસ કરી રહી છે. મંગળવારે સતત ત્રીજા દિવસે રિયા ચક્રવર્તી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઓફિસે પહોંચી છે. રિયા ચક્રવર્તીની સોમવારે પણ ૮ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ લાંબી પૂછતાછમાં રિયા પોતાની વાત પર અડેલી રહી કે તેણે ક્યારેય ડ્રગ્સ નથી લીધા. તેણે સુશાંત માટે ડ્રગ્સ ખરીદ્યા પણ પોતે ક્યારેય લીધા નથી. જો કે, હવે સૂત્રોના હવાલેથી મળેલી માહિતી મુજબ રિયાએ ડ્રગ્સ લીધા હોવાનું સ્વીકાર્યું છે. એનસીબી રિયા ચક્રવર્તીની ત્રીજા દિવસે પૂછપરછ કરી રહી છે. ત્યારે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, રિયાએ માની લીધું છે કે, તેણે ડ્રગ્સ લીધા હતા. સૂત્રોનું માનીએ તો રિયાએ દાવો કર્યો છે કે, સુશાંત સિંહ રાજપૂતે તેને ડ્રગ્સ લેવા મજબૂર કરી હતી. ડ્રગ્સ ચેટ કેસમાં રિયા અત્યાર સુધી એ જ રટણ કર્યું હતું કે, તે માત્ર સુશાંત માટે ડ્રગ્સ ખરીદતી હતી અને પોતે ક્યારેય લીધા નથી. જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ, મંગળવારની પૂછપરછમાં રિયાએ કબૂલ્યું છે કે, તેણે કદાચ કેટલીક વાર ગાંજાના જોઈન્ટ્સ લીધા હતા. એનસીબીને ખબર પડી છે કે, રિયાએ છેલ્લા બે વર્ષ ખૂબ પાર્ટીઓ કરી છે, એટલે શક્ય હોય કે તેણે ડ્રગ્સ લીધા હોય. તો તરફ સુશાંતના કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઈ પાસેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સ્વર્ગસ્થ એક્ટરના કૂક નીરજની જાણકારી મેળવવા માગે છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈને પૂછપરછમાં નીરજે જણાવ્યું હતું કે, તેણે સુશાંત માટે ગાંજાની સિગરેટ વાળી હતી. હવે નાર્કોટિક્સ બ્યૂરો નીરજના નિવેદનની વિગત માગી રહ્યું છે.SSS