રિયા ચક્રવર્તીને ફિલ્મોમાં લેવાની નિર્દેશકોએ ચોખ્ખી ના પાડી દીધી
મુંબઇ, બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના નિધનથી સમગ્ર દેશ હચમચી ઉઠયું છે આ આત્મહત્યા કેસમાં લોકો દિવંગત અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર અનેક આરોપ લગાવી રહ્યાં છે પોલીસ અને ઇડીએ પણ અનેકવાર રિયાની પુછપરછ કરી છે હવે એવું લાગી રહ્યું છે કે રિયાનું ફિલ્મી કેરિયર એકદમ ખત્મ થવાનું છે સુત્રોના જણાવ્યા અનુસાર રિયાના ફયુચર પ્રોજેકટ્સ પર પણ ખતરો મંડરાઇ રહ્યો છે. ફિલ્મકાર લોમ હર્ષ પોતાની આગામી ફિલ્મમાં રિયા ચક્રવર્તીને લેવાનું પ્લાનિંગ કરી રહ્યાં હતાં પરંતુ હવે એવું નહિં કરાય તેમનું એવું માનવુ છે કે હાલની સ્થિતિમાં દિવંગત અભિનેતા સુશાંત રાજપુતની ગર્લફ્રેન્ડને કાસ્ટ કરવાથી અભિનેતાના પ્રશંસકોની ભાવના દુભાવી શકે છે.
લોમ હર્ષે એક મીડિયા કંપનીને જણાવ્યું કે આ મારી બીદી ફિલ્મ છે અને અમે રિયા ચક્રવર્તીને તેમાં સામેલ કરવાની યોજના બનાવી રહ્યાં હતાં વર્ષ૨૦૧૮માં ફિલ્મને લઇને વાતચીત ચાલી રહી હતી આ વર્ષે અમે શુટીંગ કરવાના હતાં પરંતુ કોરોના મહામારી આવી ગઇ તેથી તેને પોસ્ટપોર્ન કર્યું હતું આ ફિલ્મ હાલ ટાઇટલ વગરની છે જેમાં મુખ્ય અભિનેત્રીઓમાંની એક અમે રિયા વિષે વિચાર્યું હતું અમે ફિલ્મ સાથે જાેડાયેલ પ્રી પ્રોડકશન કામને પતાવી દીધુ છે અને તાકિદે શુટીંગ થઇ જશે એવું અમારૂ પ્લાનિંગ છે કાસ્ટીંગની ટીમ અને નિર્માતાઓએ રિયા વિષે વિચાર્યું હતું પરંતુ સુશાંતની મોત અને હાલની પરિસ્થિતિને જાેતા હવે અમે આ ફિલ્મ માટે રિયાને ન લેવાનો વિચાર કર્યો છે.
આ નિર્ણય વિષે તેણે કહ્યું કે આપણે એક એવા દેશમાં રહીએ છીએ જયાંના લોકો ધાર્મિક મૂલ્ય અને સંવેદનાઓ કૂટીકૂટીને ભરી પડી છે આજે તેઓની ભાવના સુશાંત સાથે જાેડાયેલી છે તેથી મને લાગે છે કે અમે નાગરિકોના નિર્ણયનું સમ્માન કરવું જાેઇએ અમે કોઇની ભાવનાને દુભાવવા માંગતા નથી તેથી અમે આ ફિલ્મમાં રિયાને ન લેવાનો વિચાર કર્યો છે.HS