રિયા ડ્રગ્સ ખરીદવા-વેચવાનું કામ પણ કરતી હતી: રિપોર્ટ
મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે ડ્રગ એંગલનો તપાસ કરી રહેલી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમનો ગાળીયો રિયા ચક્રવર્તી પર કસાતો જઇ રહ્યો છે. સૂત્રો મુજબ, મની લોન્ડ્રિંગની તપાસ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સીઓ રિયાનાં મોબાઇલથી એનડીપીએશ એક્ટમાં આવનારા ડ્રગ્સની સપ્લાય, સેવન અને તેનાં ખરીદ વેચાણમાં રિયાનો મોટો ભાગ હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઇએ કે, તાપસ એજન્સીએ આ મામલાનાં મૂળ સુધી પહોંચવા માટે રિયાનાં ફોનનો ક્લોન તૈયાર કર્યો હતો. જેમાં ડ્રગ્સ સાથે જોડાયેલી તમામ માહિતી હતી. આ મામલે જોડાયેલાં દસ્તાવેજ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોને સોંપી દેવામાં આવ્યાં છે. રિયાનાં વોટ્સએપ ચેટની તપાસમાં રિયાનાં ડ્રગ્સની સપ્લાય, ખરીદી-વેચાણ સેવનનાં કિસ્સામાં અહમ ભૂમિકા છે તેની. તેથી એનડીપીએસ એક્ટની કલમ ૨૦ (બી)/૨૨/૨૭/૨૮/૨૯ હેઠળ રિયા ચક્રવર્તી પર કેસ બને છે.
સુશાંત સિંહ રાજપૂતનાં મોત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમને ભલે રિયાનાં ઘરમાંથી કંઇ પૂરાવા ન હાથ લાગ્યા હોય પણ આ મામલે રિયાની ધરપકડ થઇ શકે છે. આપને જણાવી દઇએ કે એનડીપીએસ કાયદા મુજબ આ જરૂરી નથી કે, કોઇ વ્યક્તિ કે આરોપીની પાસે ડ્રગ્સ મળે તો જ તેની ધરપકડ થઇ શકે કે સજા થઇ શકે. એનડીપીએસ એક્ટ ઘણી કલમોમાં જો કોઇ વ્યક્તિ પાસથી ડ્રગ્સ ડિલ થયા હોવાના દસ્તાવેજ એટલે કે વોટ્સએપ ચેટ, ડ્રગ્સની ખરીદ વેચાણમાં મની ટ્રેલનાં પૂરાવા કે સીઆરડી કોલ ડિટેલ્સની રેકોર્ડ મળે તો પણ તેની ધરપકડ થઇ શકે છે. આ તમામમાં સૌથી અહમ એનસીબીની સામે એનડીપીએસ એક્ટ, ૧૯૮૫ની કલમ ૬૭ હેઠળ આરોપીઓનાં નિવેદન સૌથી મહત્વપૂર્ણ સાબિત થાય છે. એનસીબીની સામે આપેલું નિવેદન કોર્ટમાં આપેલાં નિવેદન બરાબર માનવામાં આવે છે. એનડીપીએસ એક્ટનાં કાયદાઓને જોતા એ વાત તો સ્પષ્ટ છે કે, આગામી થોડા સમયમાં શૌવિક અને સૈમ્યુઅલની સમસ્યાઓ વધી શકે છે અને રિયાનાં ગળે ગાળીયો કસાઇ શકે છે.SSS